Monkeypox નો ખતરો સૌથી વધુ ગર્ભવતી મહિલાઓને! ભ્રુણમાં મળ્યો વાયરસ તો થઈ કસુવાવડ

ટૉપ ન્યૂઝ

દુનિયામાં કોરોનાની સાથે મંકીપોક્સનો ખતરો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. નિષ્ણાતોએ આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે મંકીપોક્સની બીમારી ગર્ભવતી મહિલાઓને પણ થઈ શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.બ્રિટનમાં મંકીપોક્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોય તેવી ગર્ભવતી મહિલાઓ પર કરવામાં  આવેલી સ્ટડીમાં દર પાંચમાંથી ચાર મહિલાઓની કસૂવાવડ થઈ હતી અને ન જન્મેલા બાળકની તપાસ કરવામાં આવી તો તેમાં પણ આ ખતરનાક વાયરસના અંશ મળી આવ્યા હતાં. આનાથી એવી ચિંતા ઊભી થઈ છે કે નિશ્ચિત રીતે મંકિપોક્સ ગર્ભવતી મહિલાઓને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે.
આરોગ્ય નિષ્ણાતોએ ગર્ભવતી મહિલાઓને વધુ ધ્યાન રાખવાની ભલામણ કરી છે,  કારણ કે આ વાયરસ તેમને પણ અસર કરી શકે છે અને કસૂવાવડનું કારણ બની શકે છે. નિષ્ણાંતોએ ગર્ભવતી મહિલાઓને માસ્ક પહેરી રાખવાની અને ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની તાકીદ કરી છે. જોકે રાહતની વાત એ છે કે ભારતમાં હાલમાં મંકિપોક્સનો કોઈ કેસ નથી.

શુક્રવારે માહિતી આપતાં યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં વિશ્વમાં મંકીપોક્સના 700 થી વધુ કેસ નોંધાયા છે. જો અમેરિકાની વાત કરીએ તો અહીં 21 કેસ નોંધાયા છે. મંકીપોક્સના વધતા જતા કેસોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધારી દીધી છે. હાલમાં જ ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ અધાનોમે અસરગ્રસ્ત દેશોને દેખરેખ વધારવાની અપીલ કરી છે.સૌથી મોટી રાહત એ છે કે મંકીપોક્સ વાયરસથી મૃત્યુદર સામાન્ય રીતે ખૂબ ઓછો હોય છે અને અત્યાર સુધી કોઈ પણ દેશમાં આ રોગથી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
જે દર્દીને આ વાયરસનું સંક્રમણ થાય છે. તેને પહેલા તાવ આવે છે. આ પછી, તેના શરીર પર શીતળા જેવા ફોલ્લીઓ થઈ શકે છે. લસિકા ગાંઠમાં સોજો પણ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે મંકીપોક્સ શીતળા, ઓરી, ખંજવાળ જેવા રોગોથી અલગ છે. સામાન્ય રીતે આ રોગના લક્ષણો છે- તાવ, માથાનો દુખાવો, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, નબળાઇ, લસિકા ગાંઠોમાં સોજો. મંકીપોક્સથી પ્રભાવિત દર્દીઓમાં તાવ સામાન્ય રીતે 1 થી 3 દિવસ સુધી રહે છે. તે જ સમયે, મંકીપોક્સના સેવનનો સમયગાળો 5 થી 21 દિવસનો હોઈ શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.