દુ:ખદ વાત: આધાર કાર્ડ ના હોવાથી પ્રસુતિ માટે ગયેલી મહિલાને હૉસ્પિટલમાંથી પાછી મોકલવામાં આવી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં નવ મહિનાની ગર્ભવતી અને પ્રસવપીડામાં ઉપડેલી મહિલાને ગ્રામીણ હોસ્પિટલમાંથી પરત મોકલવામાં આવી હોવાની આઘાતજનક અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહિલાને હૉસ્પિટલમાંથી પરત મોકલી આપવાનું કારણ પણ સાવ શુલ્લક હતું. પ્રસુતા પાસે આધાર કાર્ડ ના હોવાથી ડોક્ટરે મહિલાની પ્રસુતિ કરવાની ના પાડી દેતા હૉસ્પિટલના કર્મચારીઓએ તેને પરત મોકલી આપી હતી. આ મહિલા પાસે ગરીબીને કારણે પૈસા નહોતા.
મહિલા જ્યારે ખૂબ જ ગરીબ અને દયનીય પરિસ્થિતિમાં હતી ત્યારે તેની મદદ કરવાને બદલે તેને હૉસ્પિટલમાંથી પરત મોકલી દેવામાં આવી હતી. સદનસીબે, કેટલાક જાગૃત સામાજિક કાર્યકરો આ મહિલાને બચાવવા માટે આવ્યા હતા. તેઓએ તાત્કાલિક પૈસા ભેગા કર્યા અને તેણીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી અને મહિલાની સફળ પ્રસુતિ થઇ હતી.
દેશમાં જ્યારે પ્રગતિની વાતો થતી હોય ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ગરીબ મહિલાને સારવાર વિના ટટળવું પડે એ ઘણી અમાનવીય ઘટના છે. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આવી કોઇ નિંદનીય ઘટના ના બને.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.