મોહનની વેબસિરીઝ! Pratik Gandhi બનશે મહાત્મા ગાંધી

ફિલ્મી ફંડા

‘ સ્કેમ 1992’ વેબ સિરીઝ સુપરહિટ થયા બાદ ફિલ્મ નિર્માતા હંસલ મહેતા અને પ્રતિક ગાંધી ફરી એક વાર સાથે કામ કરશે. મળતી માહિતી અનુસાર ફિલ્મ નિર્માતા હંસલ મહેતા રામચંદ્ર ગુહાના બે પુસ્તકો ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધી – ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ’ પર આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે અને આ સિરીઝમાં પ્રતિક ગાંધી મહાત્મા ગાંધીનું પાત્ર ભજવતો જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિક ગાંધીએ સુપરહિટ નાટક ‘મોહનનો મસાલો’ માં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. આ નાટકનું નામ લિમ્કા બુકમાં નોંધાયું છે.

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હંસલ મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે તમે મહાત્મા ગાંધી જેવા ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત વ્યક્તિ વિશે વાત કરો છો તો એક ફિલ્મ નિર્માતા રૂપે તમારા પર પહેલા જ એક મોટી જવાબદારી આવી જાય છે. વેબ સિરીઝ સાથે અમારા દ્રષ્ટિકોણને પણ અમારે સાચો રાખવો પડશે. રામચંદ્ર ગુહાના પુસ્તકો પર અમારી વેબ સિરીઝ આધારિત હશે. જેટલું સંભવ હશે એમે એટલી કોશિશ કરશું કે દર્શકોને જોવાની મજા આવે અને અમે જે બતાવવા માંગીએ છીએ એ તેમના સુધી પંહોચી જાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.