બોલીવૂડ સિંગર પ્રતિક કુહાડ યુવાનોમાં ખૂબ ફેમસ છે. પ્રતિકે ઘણા ગીતો ગાયા છે, જે જોરદાર હિટ છે. પ્રતિક ‘ખો ગયે હમ કહાં’, ‘કોલ્ડ/મેસ’, ‘કસૂર’ અને ‘તુમ જબ પાસ’ જેવા તેના ખૂબ જ લોકપ્રિય ગીતો માટે જાણીતો છે. દેશી સર્કિટમાં તેનો વિશાળ ચાહક વર્ગ છે. પ્રતિક કુહાડ હંમેશા તેના જીવન વિશે સોશિયલ મીડિયામાં શેર કરે છે. જોકે, તાજેતરમાં તેણે એક પોસ્ટ શેર કરી હતી કે તેણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું છે.
પ્રતિક લાંબા સમયથી ડૉક્ટર નિહારિકા ઠાકુર સાથે રિલેશનશિપમાં હતો. હાલમાં સિંગરે બ્રેકઅપનું કારણ જાહેર કર્યું નથી.
Kya Prateek Kuhad apne hi gaane sunn ke roega? #PrateekKuhad
— GarimaJain (@shegotavibe) November 28, 2022
ઘણા લોકો સમાચાર સાંભળીને દુઃખી થયા હતા, પણ લોકોએ ટ્વિટરના માધ્યમથી આ તકનો પૂરો લાભ લીધો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને મીમ્સથી છલકાવી દીધું હતું.
people expecting new prateek kuhad songs like: pic.twitter.com/DT2le63Jxd
— Sonakshi Saluja (@sonakshisaluja) November 27, 2022
જ્યારે કેટલાકે જણાવ્યું હતું કે તે હવે સારા ગીતો લખશે, અન્ય લોકોએ ચિત્રો પણ શેર કર્યા હતા.