પ્રાસોનિસીમાં છે દરિયાના બેે ભાગ…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

રોડોસમાં ધાર્યા કરતાં લાંબી ટ્રિપ પ્લાન થઈ હતી અન્ો બધાંન્ો કંઈનું કંઈ પોતાની મરજીનું કરવું હતું. બ્ો જણાં રિસોર્ટમાં જ મસાજ કરાવવામાં દિવસ વિતાવી દેતાં, કોઈ ગામના ખૂણે જઈન્ો ઓલિવ ઓઇલ ટેસ્ટિંગ કરીન્ો આવતું, અન્ો એકવાર અડધી ટોળી રોડોસ શહેર પણ જઈ આવી. મારે હજી રોડોસ શહેર સરખું જોવાનું બાકી જ હતું. છતાંય મારેે ત્ો જોવા ખાતર ત્યાં ટોળકી સાથે નહોતું જવું. ત્ો દિવસ્ો હું અન્ો કુમાર વધુ એક મિત્ર શિલ્પા સાથે રોડોસ શહેરની ઊંધી દિશામાં નીકળી પડ્યાં. અમે ત્ો દિવસ્ો જે રસ્તો લીધેલો ત્ો રોડોસમાં સાધારણ ટૂરિસ્ટ ભાગ્યે જ લેતાં હોય ત્ોવું લાગ્યું. જોકે, સીઝનમાં ત્યાં પણ ભીડ જામે જ છે એવું રિસોર્ટના ગાઇડે તો કહી જ દીધું હતું. અમે રિસોર્ટની બહારની એક રેન્ટલ એજન્સીથી કાર ભાડે લીધી. એકદમ ખખડધજ પીઓજીયો ભાગમાં આવેલી, પણ ટાપુની પરિક્રમા કરવામાં ખાસ ફેન્સી કારની જરૂર પણ ન હતી.
અમારો રિસોર્ટ આમ પણ ટાપુની સાવ સાઉથમાં કિઓતારી ગામ પાસ્ો હતો. અમે ત્યાંથી રોડોસના સાઉથ મોસ્ટ પોઇન્ટ પર પહોંચવા માટે નીકળેલાં. ફોનના જીપીએસ પર પ્રાસોનિસી લાઇટહાઉસનું એડ્રેસ હતું. કિઓતારીથી નીકળ્યા પછી થોડી વાર તો બીજાં રિસોર્ટ, ગામ, ખેતરો જેવું ચાલ્યું. થોડી જ વારમાં એવો વગડો ચાલુ થઈ ગયો કે જાણે અમે કોઈ અલગ જ સદીમાં પહોંચી ગયાં હોઇએ ત્ોવું લાગતું હતું. રસ્તામાં ન ખેતરો હતાં, ન કોઈ વસાહત. બસ ટેકરી પર ઠીકઠાક રોડ પર અમારી ગાડી સરક્યે જતી હતી.
એપ્રિલમાં હજી કોરોના રૂલ્સ માંડ હળવા થયેલા અન્ો ગ્રીસનું વેધર સરખુંથી વોર્મ પણ થયું ન હતું. હજી અહીં રસ્તા પર ટ્રાફિક થાય ત્ોવો સમય નહોતો આવ્યો, પણ અમે એ નહોતું ધાર્યું કે અહીં માઇલો સુધી માત્ર અમારી એક જ ગાડી હશે. ફોનમાં સિગ્નલ હતું એ જોઈન્ો રાહત થતી હતી, બાકી અહીં ગાડી બગડે તો શું કરવું ત્ો પ્રશ્ર્ન થતો હતો. આવો પ્રશ્ર્ન આ પહેલાં અમેરિકાના મહાકાય ન્ોશનલ પાર્ક્સમાં થયો હતો. જોકે, એ નોબત તો ન આવી, અન્ો અમે જેવાં પ્રાસોનિસીની નજીક પહોંચ્યાં કે અમારા પહેલાંથી ત્યાં આગળ વધી ચૂકેલી થોડી રડીખડી ગાડીઓ દેખાવા લાગી. એક ટેકરીની પાર દરિયો અહીં એવી રીત્ો છુપાયેલો હતો કે જાણે અચાનક પડદો ખોલવામાં આવતો હોય ત્ોવું લાગતું હતું.
એ ટેકરી પર દરિયાના દૃશ્ય પાસ્ો જ એક કાર અન્ો બાઈક ફોટા પાડવા ઊભાં હતાં. અમે ત્યાં રિટર્નમાં આવીશું ત્ોમ વિચારી આગળ વધ્યાં. આમ પણ ત્યાં વધુ કાર રોડની સાઇડ પર ઊભી રહી શકે ત્ોવી જગ્યા ન હતી. એક રીત્ો અહીં દરિયો જ નહીં, કિનારો પણ એવી રીત્ો વળાંક લેતો દેખાયો કે અમે આખા ટાપુના કર્વ પર ઊભાં હતાં ત્ો સ્પષ્ટ દેખાતું હતું. જોકે, હજી અહીંની ખરી ખાસિયત અમારી સામે ખૂલી ન હતી. અમન્ો કિનારાથી ઘણો નજીક એક નાનકડો ટાપુ દેખાતો હતો. મજાની વાત એ છે કે જેવો થોડો દિવસ ચઢે અન્ો ઓટ આવે ત્યારે ત્યાં ચાલીન્ો પહોંચી જવાય ત્ોવો રસ્તો બની જાય છે, અન્ો ભરતીમાં ત્યાં ક્યારેક છબછબિયાં થાય એવું તો ક્યારેક ડૂબી જવાય એવું પાણી ભરેલું હોય છે. આ પ્રાસોનિસી પર ટેકરી ઊતરીન્ો આવતાં નીચે નાનકડી વસાહત દેખાઈ. અહીં રહેવા માટે કેટલાંક છૂટક બ્ોડ ઍન્ડ બ્રેકફાસ્ટ અન્ો ધર્મશાળાઓ જેવું છે. એક નાનકડું કાફે અન્ો સુવિનિયર સ્ટોર પણ દેખાયાં.
ત્ો સમયે હજી ટૂરિસ્ટ સીઝન ચાલુ નહોતી થઈ એની સાઇન હતી કે કશું જ ખુલ્લું ન હતું. છતાંય અહીં સ્થાનિક રોડોસનાં જ લોકો ફરવા આવ્યાં હતાં. અમે તો હતાં જ. પાર્કિંગથી બીચ સુધી પહોંચવામાં જ શિલ્પાના ડ્રોનની અન્ો મારા ફોનની બ્ોટરી ખલાસ થઈ ગઈ. હજી તો આખો દિવસ ફરવાનું હતું અન્ો માત્ર ફોનના જીપીએસ પર જ કામ ચલાવવાનું હતું. હવે માત્ર બ્ો ફોન બાકી હતા. હું કૅમેરો પણ હૉટલ પર ભૂલી આવેલી. રોડોસની સૌથી સુંદર જગ્યાએ અમારી પાસ્ો અલગ જ પ્રકારની ચિંતાઓ હતી. જોકે બ્ોટરીનું જે થવું હોય ત્ો થાય, આ સ્થળના તો ફોટા પાડવા જ રહૃાા ત્ો વાત પર બધાં સહમત હતાં. અન્ો ખરેખર પ્રાસોનિસીનું લોકેશન એવું છે કે અહીંનો ફોટો સારો આવે ત્ોમાં ન ફોટોગ્રાફરન્ો ટેલેન્ટની જરૂર પડે ન સારા કૅમેરાની.
જ્યારે ભરતી ન હોય ત્યારે તો છેક પ્રાસોનિસી ટાપુ સુધી જતો રસ્તો સ્પષ્ટ રીત્ો જોઈ શકાય છે અન્ો ચાલીન્ો સામે ટાપુ પર જતું રહેવાય છે. ત્ોે દિવસ્ો અમારે છબછબિયાં કરવાં પડેલાં. પાણી ખૂબ ઠંડું હતું, તો પણ ઘણાં રસુડાંઓ તો તરવા પણ પડ્યાં હતાં. વાદળ જરા આવજા કરતાં હતાં. દિવસમાં એકાદ ઝાપટાંની પણ આગાહી હતી. અહીં કાફે ખુલ્લું હોત તો હાથમાં કૉફી લઈન્ો કલાક બ્ોસી રહેત.
પીક સીઝનમાં તો ત્યાં પ્ોરા ગ્લાઇડિંગ અન્ો વોટર સ્પોર્ટ્સની પણ શક્યતા છે. જોકે, આવી જગ્યા પર હોવું એ જ કોઈ એડવેન્ચરથી કમ નથી. અહીં નજીકમાં જ એક રિસોર્ટ પણ છે. ત્ોન્ો પણ ઘણી પ્રાઇવસી મળે ત્ોવું છે. ટાપુની સાઇડ કોઈ વસાહત નથી. અહીં દરિયાના ટાપુ પર જતા રસ્તાન્ો કારણે જાણે બ્ો ભાગ પડતા હોય ત્ોવું લાગ્ો છે. ત્ોમાંય વળી બંન્ો તરફનું પાણી પણ ઉપરથી જાણે અલગ રંગનું હોય ત્ોવું લાગતું હતું. એક તરફ મોજાં આવતાં હતાં, બીજી તરફ અખાત જેવું હતું. અહીં ખરેખર કુદરત સાવ અનટચ્ડ સ્વરૂપમાં હતી.
પ્રાસોનિસીમાં બ્ોટરી ઘટી પડતાં પણ અમે ત્યાં ઘણો સમય વિતાવ્યો. મનભરીન્ો ફોટા પાડવા નહોતા મળવાના એટલે ખાસ ત્યાં વધુ દૃશ્યો જોઈન્ો યાદ વધુ ઘેરી બનાવવાનો પ્રયત્ન કર્યો હોય ત્ોવું પણ લાગ્યું. આ અનોખા ટાપુના અંતન્ો જોવા સાથે હજી અમારો આ અનયુઝઅલ દિવસ શરૂ જ થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.