Homeમેટિનીરામચરણના ‘ચરણ’ની કમાલ હવે આ ફિલ્મમાં પણ જોવા મળશે

રામચરણના ‘ચરણ’ની કમાલ હવે આ ફિલ્મમાં પણ જોવા મળશે

પ્રાસંગિક – મુકેશ પંડ્યા

‘આરઆરઆર’ ફિલ્મના ઑસ્કર વિજેતા ગીત ‘નાટુ- નાટુ’માં જે કમાલ રામચરણના ચરણે દેખાડી હતી એ અવર્ણનીય છે. એમાંય જુનિયર એનટીઆર સાથે નૃત્યનો જે તાલમેલ જોવા મળ્યો હતો એ કાબિલે દાદ છે.
એકલા નૃત્ય કરવું અને કોઇની સાથે કદમ મેળવીને જુગલબંધી જમાવીને નૃત્ય કરવું એ અલગ વાત છે. અન્ય કલાકાર સાથે તાલ મેળવીને જે એકસરખા સ્ટેપ્સ અને અંગભંગિમાઓ આ બેઉ જણાએ ભજવી જાણી છે એ જોઇને ખરેખર આ ગીત ઓસ્કર ઍવૉર્ડ માટે હકદાર છે તેની પ્રતીતિ કરાવે છે. માત્ર ૧૭ દિવસમાં આ ગીતનું શૂટિંગ પૂરું થઇ ગયું હતું જેમાંથી પાંચ દિવસ આ કલાકારોએે સાથે મળીને પ્રેક્ટિસ કરી હતી અને બાકીના બાર દિવસમાં આ ગીતનું શૂટિંગ આટોપી
લેવાયું હતું.
રામચરણે જે કમાલ આ ગીતમાં દેખાડી તેના જેવી જ કે કદાચ એના કરતાં પણ વધુ કમાલ એ તેની આગામી ફિલ્મ ‘આરસી ૧૫’માં જોવા મળશે એવું ફિલ્મી વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.
સૂત્રોનું માનીએ તો હાલમાં જ આ ફિલ્મના એક ગીતનું શૂટિંગ થયું તે ગીતનો એક એંસી સેક્ધડનો ભાગ જે રીતે નાચી બતાવ્યો અને જે સ્ટેપ્સ આપ્યા એ જોઇને સેટ પર દિગ્દર્શક સહિત હાજર તમામ લોકો આફરીન પોકારી ગયા હતા.
શંકર ષણ્મુગમ દિગ્દર્શિત આ એક્શન ડ્રામાની વાર્તા રોજિંદા રાજકારણ પર આધારિત છે જેમાં કિયારા અડવાણી પણ ચરણદાસ જોડે મુખ્ય ભૂમિકામાં જોવા
મળશે. આ ઉપરાંત દક્ષિણી કલાકારો
એસ. જે. સૂર્યા, જયરામ, અંજલિ અને સૂર્યકાન્તે પણ ફિલ્મમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે.
હિન્દી, તેલુગુ અને તમિળ એમ ત્રણ ભાષામાં પ્રસારિત થનારી આ ફિલ્મ ૨૦૨૩માં જ રજૂ થવાની ધારણા છે જેમાં તેના ચરણની કમાલ વધુ એક વાર પ્રેક્ષકોને જોવા મળશે.
તેને તો ‘ચરણ’ લઇને ક્રિકેટના મેદાન પર પણ દોડવું છે
ચરણદાસને માત્ર નૃત્યના સ્ટેપ્સમાં જ નહીં હાથમાં બેટ લઇને ક્રિેકેટના મેદાન પર કદમ મૂકવાના પણ ઓરતા છે. ભારતનો લોકપ્રિય બેટ્સમેન અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી હજુ તો ટીમ વતી રમી રહ્યો છે પણ તેના રિટાયરમેન્ટ બાદ અન્ય ક્રિકેટરોની જેમ વિરાટ કોહલી
પર પણ કોઇ ફિલ્મ બનવાની હોય
તો તેની ભૂમિકા ફિલ્મી પરદા પર ભજવવાની તેની ઇચ્છા છે એ હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું હતું. તેણે તો હસતા હસતા એમ પણ કહ્યું હતું
કે એ દેખાવમાં થોડો થોડો વિરાટ કોહલી
જેવો પણ લાગે છે એટલે આવી કોઇ
ફિલ્મ બને તો તેનો એ પ્રથમ હકદાર હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -