નીતીશકુમારના પક્ષપલટા પર પ્રશાંત કિશોરે શું કહ્યું જાણો…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારમાં નીતીશકુમારે આઠમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લઇ લીધા છે. હવે નીતીશકુમાર મહાગઠબંધનના સહારે મુખ્ય પ્રધાન બન્યા છે, ત્યારે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે બિહારની રાજકીય ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે. આ સમયે પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી છે કે આ રાજકીય ખેંચતાણમાં એમની કોઇ ભૂમિકા નથી. પીકેએ જણાવ્યું છે કે જૂના અને હાલના નવા ગઠબંધનમાં ઘણું અંતર છે.
આગામી સમયમાં મોદીને પડકાર આપી શકે એવો શક્તિશાળી નેતા હજી મળ્યો નથી, પણ બિહારની ઘટનાને રાષ્ટ્રીય રાજનીતિ સાથે જોડવી વહેલી ગણાશે, એમ પીકેએ જણાવ્યું હતું.
2017થી નીતીશકુમાર ભાજપ સાથેના ગઠબંધનથી ખુશ નહોતા. હવે જ્યારે તેમણે નવું મહાગઠબંધન કર્યું છે ત્યારે તેમનો હેતુ શું છે એ તેમણે જનતા સમક્ષ રજૂ કરવો જોઇએ. નીતીશકુમાર સતત પ્રયોગ કરે છે, જેને કારણે તેમની પ્રતિષ્ઠા ખરડાય છે, પાર્ટી પર અસર થાય છે. તેની અસર ચૂંટણી પર થાય છે. તેના કારણે જ એક સમયે 115 ધારાસભ્યવાળી પાર્ટી હવે 43 પર આવી ગઇ છે. લોકો તેમના ચહેરાને જોઇને વોટ નથી કરતી. બિહારની સ્થિતિમાં કોઈ અંતર નથી આવ્યું. અગાઉ આરજેડીએ દારૂબંધીનો વિરોધ કર્યો હતો, હવે જ્યારે તેઓ સરકારમાં છે, ત્યારે તેઓ શું ભૂમિકા લે છે તે પણ જોવાનું રહેશે.
નીતીશકુમારને લોકો વડાપ્રધાન પદના ઉમેદવાર માને છે એ અંગે પૂછવામાં આવતા પીકેએ કહ્યું હતું કે નીતીશકુમારના મનની વાત હું જાણતો નથી, પણ તેઓ બીજેપી સાથે કમ્ફર્ટેબલ નહોતા. તેઓ સ્વતંત્ર રીતે સરકાર ચલાવવા માગતા હતા, જે ભાજપ સાથે રહીને શક્ય નહોતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.