નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)ના સ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોયે તાત્કાલિક અસરથી પ્રમોટર ગ્રુપ વ્હીકલ RRPRHના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. NDTVએ સત્તાવાર રીતે બોમ્બે સ્ટોક એક્સચેન્જને પ્રણય રોય અને રાધિકા રોયના રાજીનામાની જાણકારી આપી છે. રાજીનામું આજથી જ લાગુ થશે.
પ્રણય રોય અને તેમના રાધિકા રોયના રાજીનામા બાદ, સંજય પુગલિયા, સુદીપ્તા ભટ્ટાચાર્ય, સેંથિલ સિનેયા ચેંગલવર્યનની તાત્કાલિક અસરથી RRPR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આરઆરપીઆર હોલ્ડિંગ એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો ધરાવે છે, જે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ દ્વારા ગત સોમવારે જ ખરીદી લેવામાં આવ્યો હતો.