Homeસ્પેશિયલ ફિચર્સપ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: બબલ પેઈન્ટિંગ જોશો તો અચરજમાં પડી જશો

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: બબલ પેઈન્ટિંગ જોશો તો અચરજમાં પડી જશો

આજકાલ દરેક વસ્તુના પેકેજિંગમાં બબલ પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ થાય છે, પરંતુ આ વસ્તુને કેનવાસ બનાવી કોઈ તેના પર આબેહૂબ ચિત્ર દોરે તો…ન માન્યામાં આવે તેવું કામ હરિભક્તોએ કર્યું છે અને તે પણ લંડનમાં. લંડનમાં કામ કરતા અને પ્રમુખસ્વામીને પિતા માનતા અક્ષય પંડ્યાને આ વિચાર સૂઝ્યો. તેણે લંડનમાં જ રહેતી ૧૪૧ મહિલા અને ૯ પુરુષોને ભેગા કર્યા અને શરૂ થઈ સેવાથોન. કામ ખૂબ જ કઠિન અને સમય માગી લે તેવું છે. પહેલા તો આ બબલશીટને નંબરિંગ કરવાનું કામ. આઠ લાખ બબલને નંબરિંગ કરવામાં આવ્યા. તે બાદ રંગને ઈન્જેક્શનમાં ભરી તેને બબલમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યા. બબલ ફૂટી ન જાય તે ધ્યાનમાં રાખી રંગ ભર્યા અને તેને દોઢેક મહિના સુધી સુકાવા મૂક્યા. બબલમાં હવા ન જતી હોવાથી તેને સુકાતા વાર લાગે છે.
આંકડા જોઈએ તો ૩૨૦ રંગ, ૩૩૫ લિટર રંગ, ૨૧,૦૦૦થી વધુ સોય અને ઈન્જેક્શનનો ઉપયોગ થયો હતો. ૧૭થી ૭૫ વર્ષના યુકેનિવાસીઓની છ મહિનાની મહેનત છે. આ બ્લોક્સને કાર્ગો દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા અને અહીં ૪૩ ફીટ પહોળું અને ૨૫ ફીટ ઊંચું વિશાળ ચિત્ર પ્રમુખ સ્વામીનું ઊભું કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular