શિવસેનાના પ્રવક્તા શિતલ મ્હાત્રેના મોર્ફ વીડિયોનું પ્રકરણ મહારાષ્ટ્રમાં ખૂબ જ ગાજી રહ્યું છે અને હવે આ પ્રકરણમાં ચાર દિવસ બાદ હવે શિંદે જૂથના વિધાનસભ્ય પ્રકાશ સૂર્વેએ પ્રતિક્રિયા આપી છે. પ્રસાર માધ્યમોને લખેલા પત્રમાં સૂર્વેએ આ પ્રકરણમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. શ્રી કૃષ્ણનગર પુલના ઉદ્ઘાટન પ્રસંગે કાઢવામાં આવેી રેલા બાબતે વિરોધકો દ્વારા વાઈરલ કરવામાં આવેલા ખોટા વીડિયો અને અપપ્રચાર બાબતે શિર્ષક હેઠળ આ પત્ર પ્રકાશ સૂર્વેએ લખ્યો છે.
આ પત્રમાં તેમણે લખ્યું છે કે 18 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મારી તબિયતને કારણે વોક હાર્ટ હોસ્પિટલમાં એડમિટ હતો. હવે મને થ્રોટ ઈન્ફેક્શનનો ત્રાસ થઈ રહ્યો છે અને તેને કારણે મને ઉધરસ આવે છે અને બોલવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ શનિવારે કાર્યક્રમમાં હું કંઈ બોલતો નથી એનો ખોટો અર્થ કાઢીને અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે. હું પત્રના માધ્યમથી મારો પક્ષ સ્પષ્ટ કરી રહ્યો છું.
પત્રમાં એ દિવસે શું બન્યું હતું એનો ઉલ્લેખ કરતાં સૂર્વેએ જણાવ્યું હતું કે 11મી માર્ચના લોક પ્રકલ્પના ઉદ્ઘાટન સમારંભ બાદ હજારો લોકોની ભીડ વચ્ચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સભા યોજાઈ હતી. આ રેલી વખતે જ પ્રચંડ ભીડ અને અવાજ વચ્ચે મારી બહેન સમાન ભૂતપૂર્વ નગરસેવિકા શિતલ મ્હાત્રે મને કાર્યક્રમ વિશે કંઈ જણાવી રહ્યા હતા અને એ જ સમયે વીડિયો ક્લિક કરીને તેમાં ખોટું ગીત ઉમેરીને મહિલાઓનું અપમાન કરવાની વિકૃત માનસિકતાને કારણે જ સોશિયલ મીડિયા પર આવો વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. આ પ્રકારનું કૃત્ય એ આ વીડિયો બનાવનારની મહિલાઓ પ્રત્યેની માનસિકતા દર્શાવે છે.
આ બનાવટ વીડિયો પ્રકરણે મુંબઈ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આ ષડયંત્ર કરનારા શંકાસ્પદોની ધરપકડ કરી છે. તેથી તપાસમાંથી સત્ય બહાર આવશે જ. આ પ્રકારના વીડિયો ફેલાવીને લોકોનું ધ્યાન ભટકાવી શકાય, પણ મન નહીં જિતી શકાય. લોકોના મન જિતવા માટે કામ કરવા જોઈએ. વિપક્ષ અમારા કામમાંથી લોકોની સેવા કઈ રીતે કરી શકાય એની પ્રેરણા લે આવી આશા હું વ્યક્ત કરું છું એવું પણ સૂર્વેએ પત્રમાં જણાવ્યું છે. પત્રના અંતમાં સૂર્વેએ એવું પણ લખ્યુ છે કે આ વીડિયોને કારણે મને અને મારા પરિવારને પારાવાર ત્રાસ થયો છે, જેણે પણ આ વીડિયો બનાવ્યો હશે, તેને ભગવાન સદ્બુદ્ધિ આપે એ જ પ્રભુચરણે પ્રાર્થના…