બોલીવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જે બાદ મામલો ગરમાયો હતો. હજુ પણ આ મામલો શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર હવે સાઉથ સ્ટાર પ્રકાશ રાજ રિચાના સપોર્ટમાં ઉતર્યા છે.
Yes we stand with you @RichaChadha … we understand what you meant https://t.co/2ehUx2v46Y
— Prakash Raj (@prakashraaj) November 25, 2022
અક્ષય કુમારને ક્રિટિસાઈઝ કરતાં પ્રકાશ રાજે ટ્વીટ કર્યું હતું કે, અક્ષય, તમારા પાસેથી આવી અપેક્ષા નહોતી. તમે જે કહ્યું તે નિંદનીય છે. આ દેશ માટે રિચા તમારા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. અમે તારા સાથે છીએ રિચા. અમે સમજી ગયા કે તમે આ ટ્વીટના માધ્યમથી શું કહેવા માગતા હતાં.
Didn’t expect this from you @akshaykumar ..having said that @RichaChadha is more relevant to our country than you sir. #justasking https://t.co/jAo5Sg6rQF
— Prakash Raj (@prakashraaj) November 25, 2022
નોંધનીય છે કે રિચાના ગાલવાનવાળી ટ્વીટ પર પ્રતિક્રિયા આપતાં અક્ષય કુમારે લખ્યું હતું કે આ જોઈને મને ખૂબ જ દુખ થઈ રહ્યું છે. આર્મીનું અપમાન સહી શકાય નહીં. આજે એ લોકો છે તો આપણે છીએ.
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ પણ કહ્યું હતું કે, આ પ્રકારના વર્નતનને જોઈને મને જરાય આશ્ચર્ય થયું નથી. આ લોકો સાચે જ એન્ટિ ઈન્ડિયા ફીલ કરે છે. દિલની વાત ક્યારેક મુખ પર આવી જ જાય છે અને આ જ લોકો પૂછે છે કે ઓડિયન્સ બોલીવૂડને બાયકોટ શા માટે કરવા માગે છે?