નિધિ ભટ્ટ

પ્રકાશ ઝા હાલમાં પોતાની ફિલ્મ ‘મટ્ટો કી સાઈકલ’ને કારણે સખત લાઈમલાઈટમાં આવી રહ્યા છે,તેમની આ ફિલ્મ આજે જ રિલીઝ થઈ રહી છે. હવે આ ફિલ્મ બૉક્સઓફિસ પર કેવો વકરો કરે છે એ તો આવનાર સમય જ કહેશે. ફિલ્મોના પ્રમોશન ઈવેન્ટમાં વ્યસ્ત પ્રકાશ ઝાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમોં ફિલ્મ અને બોલીવૂડ વિશે ઘણી વાતો કરી અને કેટલાક એવા ખુલાસાઓ પણ કર્યા કે જેનાથી આપણે અજાણ છીએ. ફિલ્મી દુનિયામાં આજકાલ બોયકોટનું તાંડવ ચાલી રહ્યું છે, અને છાશવારે સોશિયલ મીડિયા પર કોઈ સ્ટાર્સના વિવાદાસ્પદ પોસ્ટ કે સ્ટેટમેન્ટ પર રિએક્શન આપતા શરૂ કરી દેવામાં આવે છે મિશન બૉયકોટ.એક તરફ ઓડિયન્સ ફિલ્માનોે બોયકોટ કરે છે તો બીજી બાજુ સ્ટાર્સ પણ એકબીજા વિશે એવા એવા નિવેદનો કરે છે કે તેને કારણે આ વિવાદને વધુ હવા મળે છે.
આ વચ્ચે ફિલ્મી વિશ્ર્લેષકો એ સંશોધન કરી રહ્યા છે કે આખરે બોયકોટ કરવાનું ખરું કારણ શું છે. હવે ફિલ્મસર્જક પ્રકાશ ઝાએ તાજેતરમાં આ વિશે ઘણી વાતો કરી છે. જેમાં ફિલ્મો, બોયકોટ, સ્ટાર્સવોર વગેરે મામલે રોષ ઠાલવ્યો છે. એટલું જ નહીં પણ તેમણે તો એટલા સુધી કહ્યું છે કે સમયની સાથે આ સ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. આ ઉપરાંત કેટલાક સ્ટારડમને કારણે વધારે પડતાં જ હોંશિયાર બની બેઠેલા સ્ટાર્સને કામ બંધ કરી દેવાની સલાહ પણ આપી હતી. ઝાએ કહ્યું કે એક સેક્શન છે જેને અમુક વસ્તુઓ પસંદ આવતી નથી.
આ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે જેમને જે સમજમાં આવે તે પછી તે દર્શક હોય, ફિલ્મસર્જક હોય, અભિનેતા હોય, જેને જે સમજમાં આવે તે કહી શકે કારણ કે બધાને આઝાદી છે. મારું એમ માનવાનું છે કે આ એવી વાતો છે જેમાં સમજ જોડાઈ છે આથી લોકોના અભિપ્રાયો અલગ અલગ હોય છે. હવે અમે ગંગાજળ બનાવી તો અમુક લોકોને સારી ન લાગી, તો અમુકને અપહરણ ન ગમી. તો અમુક લોકોને આરક્ષણ ને અમુકને રાજનીતિ જેવી ફિલ્મ સારી નથી લાગી. આથી એવું એક સેક્શન હોય છે જેને અમુક વસ્તુ પસંદ આવતી નથી અને તે તમારી સાથે જોડાવા માગતા નથી.
એવું નથી કે ફિલ્મો માત્ર બોયકોટને લીધે નથી ચાલી.
આજના સમયમાં બોયકોટ શું છે તે ત્યારે જ ખબર પડે જ્યારે આમિરે લગાન કે દંગલ જેવી શ્રેષ્ઠ ફિલ્મ બનાવી હોય અને તેને લોકો પસંદ કરવાને બદલે બોયકોટ કરે. મતલબ વસ્તુ સારી હતી, પરંતુ બોયકોટને લીધે ન ચાલી. પણ વસ્તુ જ સારી ન હોય તો બોયકોટનું બહાનું બનાવી શકાય નહીં. ફિલ્મ અમુક લોકોએ તો જોઈ હશે, પરંતુ તેમણે થિયેટર બહાર નીકળીને કહ્યું નથી કે સારી છે, આથી તે ચાલી નથી. તેમણે એમ પણ કહ્યું કે દરેક વસ્તુ પાછળ અમુક લોકોની નકારાત્મકતા હોય છે. જેમકે હું મારી વેબસિરીઝ આશ્રમની વાત કરું તો અમુક લોકોને તેને જોઈને નકારાત્કમતા આવી, પણ ઘણા લોકોએ તેને માત્ર એક વાર્તા તરીકે જુએ તો અમને ફાયદો થયો ને…લોકોએ ધ્યાન ચોક્કસ આપવું જોઈએ કે આ નકારાત્મકતા શા માટે છે, પરંતુ તે માટે આપણે શું કરીએ, તે જવાબદારી નક્કી કરવી પણ જરૂરી છે. જોકે આ મામલે મારો ખાસ અભ્યાસ નથી. પણ જો કોઈ ખૂબ જ સરસ ફિલ્મ આવે ને બોયકોટને લીધે નિષ્ફળ જાય તેવું મને લાગતું નથી. અમુક લોકો એવા ચોક્કસ હશે જેમને ફરિયાદ છે અને તેમના પર ધ્યાન આપવું જોઈએ. ફિલ્મજગતે પણ ધ્યાન આપવું પડશે કે આપણે શું બનાવી રહ્યા છીએ.
તેમણે ટોપ સ્ટાર્સ સામે ઈશારો કરીને કહ્યું કે તેમણે અભિનય બંધ કરી દેવો જોઈએ. તેમણે પહેલા વાર્તા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે સારી સ્ક્રીપ્ટ, સારા ડિરેક્ટર અને સારા વિષયો પર કામ કરવું જોઈએ. જે નવા હોય. પોતાની જાતને સ્ટાર ન સમજી બેસવું જોઈએ કે હું કોઈને હા કહી દઉને રૂ.૧૧૦ કરોડ મારા થઈ જાય. બાકી લોકો તો પાતાની નોકરી કરશે. જો તેઓ નહીં બદલાય તો તેમનો સમય આમા જ નીકળી જશે. પાંચ ફિલ્મ બનાવશે, કપિલ શર્મા શો પર જશે, ડાન્સ કરશે અને સમય પસાર થઈ જશે. અને હવે જનતાએ નક્કી કર્યું છે તમારે જે કરવું હોય તે કરો જો ફિલ્મ અને વાર્તા સારી નહીં હોય તો ફિલ્મો જોવા જશે નહીં.
પ્રકાશ ઝાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે એટલા ગધેડા છે બ્રાન્ડ્સ અને કોર્પોરેટ્સવાળા કે ગામ ફરીને તેમની પાસે જ જાય છે. તેમણે સમજવું જોઈએ કે લોકોને મનોરંજન આપવા માટે શું જરૂરી છે અને તે પ્રમાણે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે સ્ટાર્સ વિચારે કે પૈસાથી ઓડિયન્સ આવવાની નથી અને હું મારા રૂ. ૧૧૦ કરોડ લઈ લઉં અને અમારો પ્રોજેક્ટ ચાલ્યો જાય તેમ નહીં થાય. જો વાર્તા સારી હશે, પ્રોડક્શન સારું હશે. તમારી પાસે કયાંકથી પૈસા આવી ગયા અને ક્યાંકથી અભિનેતા ખરીદી લીધો અને પછી વિચાર્યું કે આ ફિલ્મ બનાવીયે, હીટ થઈ જશે.
તેમણે મટ્ટો કી સાઈકલ ઓટીટી પર લોંચ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઓટીટીવાળાએ કહ્યું કે આ ખૂબ જ ડ્રાય ફિલ્મ છે, આર્ટ ફિલ્મ છે, કોણ જોશે કોણ નહીં. હવે જ્યારે લોકોને ટ્રેલર ગમ્યું છે ત્યારે અમારી સાથે વાત કરવા આવ્યા છે કારણ કે તે લોકોને સમજાતું જ નથી. તેમને સ્ટાર જોઈએ છે. ચમક-દમક બતાવી તેઓ વિચારે છે કે આનાથી જ કામ બની જશે.
રિતીક રોશન હોય, અજય દેવગન હોય કે અક્ષય કુમાર, બધા જ કોઈની ને કોઈની નકલ કરે છે. તેમણે દક્ષિણ ભારતની ફિલ્મો વિશે જણાવ્યું હતું કે તેઓ દમ લગાવીને કામ કરે છે અને નવા વિષયો પણ લાવે છે. આપણે તો તેની કોપી કરીએ છીએ અને ગંદી કોપી કરીએ છીએ. બોલો આટલા મોટા સ્ટાર કોપી કરે તો પછી તમારું સ્થાન ક્યાં છે. તમારામાં હિંમત નથી, અક્કલ નથી કે પછી સમજ નથી. કહેવાય છે કે જનતા સરકાર બદલી નાખે છે, ઈન્ડસ્ટ્રી બદલી નાખે છે અને તે બધુ જ જાણે છે. સૈફ જેવા મોટા સ્ટાર સાથે કામ કરવા અંગે પ્રકાશ ઝાએ કહ્યું, તે સમયે તેમણે એક અભિનેતા તરીકે મારી સાથે કામ કર્યું. તે આવ્યા તેમણે કામ કર્યું અને તેમણે અભિનેતા તરીકે કામ કર્યું. આજે તેઓ અભિનેતા નથી, તેઓ સ્ટાર બની ગયા છે. આજે તેમને પણ લાગે છે કે પ્રકાશ ઝા પાસે તો અલગ કામ કરવાની રીત છે, તે અમારી સાથે કામ કરતા નથી. અમને કોઈ સમસ્યા નથી, અમારે તો કામ કરવું છે. અમારી પાસે વિષય છે. ત્રીસ દિવસમાં અભિનેતાએ કામ કરી નવરું પડવું હોય છે કારણ કે તેમણે બીજું કામ કમિટ
કર્યું છે.
ઝાએ કહ્યું કે આજકાલના સ્ટાર્સનું જે કલ્ચર છે હું તેના સાથે કે તેઓ મારી સાથે કામ કરી શકે તેમ નથી.
પણ હું મારું કામ કરીશ. હું તેમના લીધે બેઠો નથી. તેમને ઘટિયા લોકો જોઈએ છે તેમને ડિરેક્ટર કે રાઈટર સાથે થોડું કામ કરવું છે. આ ઓટીટીવાળાએ શું કર્યું, કેટલા પ્રોડક્ટ બનાવ્યા જે જોવા લાયક છે. એક પછી એક સિરીઝ બનાવી, કોની કોની સાથે કામ કર્યું. તેમણે શું ટર્નઆઉટ કર્યું. આટલા વર્ષમાં બે-ચાર શો છોડીને કોઈનું નામ લઈ શકીએ તેમ નથી. આવા ઘટિયા લોકોને બે-ચાર સ્ટાર મળી જાય ને પ્રોડક્શન હાઉસ મળી જાય તો કામ કરે છે.
અમે તો આપીને આશ્રમ, જમીનથી જોડેલી વાર્તા. અમારી પાસે ન સ્ટાર, ન બજેટ હતું. તમારી પાસે આવી ક્ષમતા હોય તો કરીને બતાવો. એવું નથી કે હું ક્યારેય ખોટો નથી હોતો, પરંતુ મારી ઈમાનદારીમાં ખોટ આવતી નથી. ફિલ્મ લાઈનમાં બિઝનેસ એટીટયૂડ આવી ગયો છે. કામ કરવાની તૈયારી નથી.
પોતાની ફિલ્મ મટ્ટો કી સાઈકલ વિશે તેમણે જણાવ્યું કે મારી સંવેદના એ અડધા ભારતવાસીઓ સાથે છે જે આંખોની સામે હોવા છતાં ઓઝલ હોય છે. આપણે બધાએ તેમનું દર્દ જોયું છે અને સહન કર્યું છે. એક વાર તેમની સાથે પણ જીવીએ તો મજા આવી જશે. ખૂબ જ પ્યારી જિંદગી છે તેમની. કઈ રીતે તેઓ શોધે છે પોતાની ખુશી, કઈ રીતે જીવે છે પોતાનું જીવન, કઈ રીતે તે તેઓ પોતાના સપનાં જુએ છે તેની વાર્તા છે મટ્ટો. આ સાથે વેબ શો અને ફિલ્મો પર પણ કામ ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Google search engine