પ્રજામત

પ્રજામત

પ્રસાર માધ્યમો કે પ્રચાર માધ્યમો?
આજે પ્રસાર માધ્યમો જાણે પ્રચાર માધ્યમો જ બની ગયા છે. ટી.વી. સિરિયલમાં જાહેરખબરનો મારો વધી ગયો છે. વસ્તુ હોય કે વ્યક્તિની પરખ શક્તિ ઘટતી જાય છે અને પ્રચારનો અતિરેક લોક માનસ પર છવાઈ જાય છે. પ્રચાર રાઈને પર્વત બનાવી શકે છે અને કુપ્રચાર પર્વતને રાઈ પણ બનાવી શકે છે. આજે વસ્તુ કે વ્યક્તિના કાર્યના મૂલ્ય કરતા પ્રચારનું મૂલ્ય વધી જાય છે. આજે પ્રચાર પાછળ મબલખ ખર્ચ થાય છે. સેલિબ્રિટીની પ્રચારમાં બહુ કિંમત છે. કારણ કે લોકો પર તેની ઘેરી અસર થાય છે જે નરી મૂર્ખતા છે. પ્રચારના પૈસાનો બોજ પ્રજા પર જ પડે છે. તેટલી લોકોમાં સમજ હોવી જોઈએ. પ્રચારનો અતિરેક લોક માનસ પર ત્રાસ ઊભો કરી શકે છે આજે ટી.વી. કરતા લોકો યુ-ટ્યૂબમાં પ્રચાર વગર જોતા થઈ જાય છે.
ચેનલો રમી (જુગાર)ની લોભામણી જાહેરખબરો આપે છે જે લોકોને અધપતન તરફ વાળે જે બંધ થવી જ જોઈએ ને નીચે લખેલી સૂચનાનો કોઈ જ અર્થ સરતો નથી. માનનીય તંત્રીશ્રી ‘પ્રજામત’ કોલમ સૌથી વધારે વંચાય છે. આપે શરૂ કરી તે બહુ જ સારું કર્યું છે. પણ આપ રોજ જ પહેલાની જેમ આપો તો આ વાચકો પોતાના અભિપ્રાયો આપે ને વાંચે પણ.
– બિંદુ મહેતા, ઘાટકોપર (વેસ્ટ)
———
ધોરણ ૯થી ૧૨માં પ્રાકૃતિક
ખેતીનો અભ્યાસક્રમ
ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી જિતેન્દ્રભાઈ વાઘાણીએ જણાવેલ: “શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ધોરણ ૯માં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે, જેનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જેથી ધોરણ ૯ના વિદ્યાર્થીઓને આ વર્ષે જ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ દ્વારા તેની જાણકારી પ્રાપ્ત થશે. હવે પછીના વર્ષોમાં ક્રમશ: આગળના ધોરણોમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવનાર છે. પ્રાકૃતિક ખેતીનો સમાવેશ અભ્યાસક્રમમાં થવાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, જેથી તેઓ તેમના વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે.
– અનસૂયા બારોટ, અંધેરી (વેસ્ટ)
———
સુપ્રીમ કોર્ટ
નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી તેની સુનાવણીમાં એને ખારીજ કરવામાં આવી એ બરાબર છે. કાનૂની પ્રક્રિયા હતી અને એ કોર્ટનો અધિકાર હતો. પણ એ ચુકાદોે આપતી વખતે કોર્ટે કરેલી ટીપ્પણી યોગ્ય નથી એ અરજદાર સુધી સિમીત રાખવાની જરૂર હતી. જાહેર કરીને ખોટો દાખલો બેસાડ્યો છે. હું નૂપુર શર્માનો બચાવ નથી કરતો એણે ખોટું જ કર્યું છે અને એને એની સજા મળશે. પણ જાહેરમાં એને ઠપકો આપવાથી એનો ફાયદો લેેવાશે. આ ટીપ્પણીનો આધાર લઈ બીજા ધર્મના લોકો મનફાવતું કરશે જેનો એક દાખલો ઉદયપુરના કનૈયાલાલની હત્યા છે. ટી.વી. ચેનલો પર ડીબેટ દરમ્યાન ઘણાં વકતાઓ ગમે તેમ બોલે છે. મૌલવીઓ પણ હિન્દુ ધર્મ બાબત ગમે તેમ બોલે છે. એમના માટે કોર્ટે ક્યારેય કોઈ ટીપ્પણી કરી નથી. ઘણાં વર્ષો પહેલાં એમ. એફ. હુસૈને હિન્દુ દેવીઓના વિકૃત ચિત્ર દોર્યા હતા તો કેમ કોઈ કાર્યવાહી નહોતી થઈ. આશા રાખીએ આ મામલો જલ્દી સમેટાઈ જાય અને ભવિષ્યમાં વધારે હત્યાઓ ન થાય.
– જીતેન્દ્ર શાહ, હૈદરાબાદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.