પ્રજામત

પ્રજામત

લોકલાડીલા ‘મુંબઈ સમાચાર’ દૈનિકને ૨૦૧મા જન્મદિને ખોબલે ખોબલે અભિનંદન!
હૃદયસ્થ મું.સ. દૈનિક!
આપની ૨૦૧મી જન્મજયંતી નિમિત્તે છેલ્લાં પાંચેક વર્ષથી કાર્યરત સંપાદક મહોદય તથા સર્વ શ્રેણીના કર્મચારી વૃન્દને અમારી કોટી કોટી શુભેચ્છાઓ!
વર્તમાનપત્રના ઈતિહાસમાં દૃષ્ટિપાત કરતી વેળા આપશ્રીએ સામાજિક સુધારણા, આર્થિક વિકાસ તથા શિક્ષણ પ્રસાર માટે સંપર્ક સાધન નિર્માણ કરેલ.
‘મુંબઈ સમાચાર’ સ્થાપના વર્ષ ૧૮૨૨થી આપશ્રી આજપર્યંત અધિકતમ સારી-નરસી ઘટનાઓનું સાક્ષીદાર રહેલ છો. છેલ્લાં પાંચ વર્ષથી આપની કાયાપલટ થઈ રહેલ છે, કિંમત વધેલ છે છતાં વાચકો કહે છે વાજબી છે કારણ કે લગભગ બધા જ વિષયો, ઉપ-વિષયો વીણી લીધેલ છે જે સમયાન્તરે પીરસાય છે, તેથી તો આપશ્રી સર્વ ગુજરાતી સમાચાર પત્રો (દૈનિક અને સાપ્તાહિક)માં શિરોમણિ.
– સૌ. અનસૂયા કુંવરજી બારોટ, અંધેરી (વે.)
———-
મહારાષ્ટ્રમાં પરિવારવાદનો પરાજય
સારું થયું થોડા વધુ સમય બાદ મહારાષ્ટ્રમાં “વસૂલી સરકાર વસૂકી ગઈ. બીજેપીનો સાથ છોડીને, હિંદુત્વને ત્યજીને ફક્ત સત્તાલાલસાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ભાજપને ત્યજવાથી શિવસેનાને ભારે પડી ગઈ. સરકારે વસૂલીનો ભ્રષ્ટાચાર આદરીને પોતાના નેતાઓને જેલયાત્રાએ મોકલ્યા, જ્યારે અતિરેક થયો ત્યારે શિવસેનામાં બે ઊભી ફાડ પડી ગઈ. શિવસેનાનું આ પરિવારવાદનું પતન બીજાં રાજ્યોમાં પણ ફેલાય તેવી લાગણી બીજાં રાજ્યોમાં ફેલાય તો નવાઈ નહીં. શિવસેના સાથે સાથે એનસીપી-કૉંગ્રેસનો મહારાષ્ટ્રમાં જનાધાર તૂટશે.
– અરૂણ વ્યાસ, અમદાવાદ
———–
કચ્છી ભાવરેંકે ને વાચકેકે કચ્છી
નઉં વર્યે અષાઢી બીજજી વધાઈ
અષાઢી બીજ એટલે કચ્છી નવું વરસ. એ દિવસે કચ્છમાં અચૂક વરદાદની પધરામણી થાય. ખેડૂતો રાજીના રેડ થઈ જાય. ને સવારમાં નાહી-ધોઈ બળદોના શીંગડાને તેલ લગાવી, કંકુ છાંટી, બળદોને પગે લાગી ગોળ ને કપાસિયા ખવડાવી ખેતરે લઈ જાય. છોકરાને ગોળ-ધાણાનો પ્રસાદ કરાવે. તે દિવસે સ્કૂલમાં રજા હોવાથી છોકરાઓ નદી-નાળે જાય ને વહેતા પાણી કે કુંડમાં નહાય ને તળાવે જઈ માટીના નાગદેવતા, બળદ, મોર વી.ના રમકડાં બનાવે. ઘરોમાં લાપસીનાં આંધણ મુકાય, બપોરે સાથે બેસી ભોજન કરે. ઘર પર દેશી નળિયાઓને કારણે ઘરમાં ચુવાક (ઉપરથી પાણી) થાય એટલે ઘરમાં હાંડા, ત્રાંસ, થાળી, કઢાઈ જેવાં વાસણો મૂકતા, જેનો મીઠો રણકારનો નાદ થાય તે હજી કાને અથડાય છે. આવી મોજ અષાઢી બીજની બધા કચ્છી ભાવર, ભેનણેકે ને માયત્રેકે અષાઢી બીજજી વધાઈ ને નીરા ને નમરા રોજા.
– હીરાલાલ વી. ઓણોંઠવારા, ચેમ્બુર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.