ધોરણ પાંચથી ૮માં હવે ૩૫ માર્કસ નહીં હોય તો નાપાસ કરાશે…
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાહેરનામું જણાવે છે: “ધોરણ પાંચથી ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો બે વિષયમાં ૩૫ ટકા કરતાં ઓછા માર્કસ હશે તો તેને આગળના ધોરણમાં મોકલવામાં આવશે નહીં. અર્થાત જો કોઈ વિદ્યાર્થીને ધોરણ પાંચથી ૮માં બે વિષયમાં ૩૫ કરતાં ઓછા ગુણ આવશે તેને નાપાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીએ બીજી વાર તે ધોરણનો અભ્યાસ કરવો પડશે.
રાજ્યમાં કોરોના સંકટ દરમિયાન શિક્ષણ પર સૌથી ખરાબ અસર પડેલ. દરેક સ્કૂલમાં ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવેલ તેને જોતાં રાજ્યસરકારશ્રી દ્વારા પણ ધોરણ ૧થી ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવેલ.
આ વર્ષે શાળાઓ પણ રાબેતા મુજબ ચાલેલ. એટલે રાજ્યના શિક્ષણ વિભાગે હવે ધોરણ પાંચથી ૮ના વિદ્યાર્થીઓને જો બે વિષયમાં ૩૫ કરતાં ઓછા માર્કસ હોય તો તેને નાપાસ કરવાનો નિર્ણય કરેલ છે. રાજ્યની સર્વ પ્રાથમિક શાળામાં કથિત માહિતી અંગેનું જાહેરનામું પણ પાઠવેલ છે.
અમે શિક્ષણ પ્રધાનશ્રીને આ ઉપર્યુક્ત કારણસર અભિનંદન આપીએ છીએ.
– અનસૂયા કે. બારોટ, અંધેરી – મુંબઈ
————-
સરકારી શાળાઓમાં કોરા પાનાં સાથેનાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે
મહારાષ્ટ્ર સરકારશ્રીએ ધોરણ ૩ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી વિદ્યાર્થીઓને પાયલોટ પ્રોજેક્ટ (માર્ગદર્શન યોજના) સ્વરૂપે કોરા પાનાં સાથેનાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં દરેક એકમ, પાઠ કે કવિતાના અંતે એક થી બે પાનાની નોટબુક ઉમેરાયેલા હશે. અધ્યાપક બંધુ-ભગિનીઓ વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે કથિત પૃષ્ઠો પર વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર, મહત્ત્વનાં સૂત્રો, સરનામાં, વાક્યો જેવા મુદ્દાઓની (ખફશક્ષ ઙજ્ઞશક્ષતિં)ની નોંધ લેવડાવવાની તકેદારી અવશ્ય રાખશે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના સંતાન પાસે શાળાએ જતી વેળા લેખન સામગ્રી પૂરતી હોતી નથી. ઉપરોક્ત તમામ વિગતોને ધ્યાનમાં રાખી શિક્ષણવિદો, શિક્ષક બંધુ-ભગિનીઓ, રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, રાજ્ય પરિષદ બોર્ડ અને બાલભારતીના અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવેલ. આ તજજ્ઞ જૂથો દ્વારા સાંગોપાંગ વિચાર વિમર્શ પશ્ર્ચાત્ત ઉપરોક્ત પરિણામો સ્વરૂપે વિદ્યાર્થીઓનાં પાઠ્યપુસ્તકોમાં પાનાં ઉમેરવા અંગે હકારાત્મક પ્રતિભાવો પ્રાપ્ત થયેલ છે.
– પ્રિન્સિ કે. પી. બારોટ ‘નીલેશ’, અંધેરી-મુંબઈ
—————-
“જીવનધોરણ
કોઈકે કહ્યું છે ને “જીએ તો શાન સે. કોઈપણ ક્ષેત્રે સફળ થવા માટે ઈમાનદારી, મહેનત, શ્રદ્ધા, આત્મવિશ્ર્વાસ સાથ-સહકાર કાર્યકરોનો જરૂરી છે. તેમ જ થોડી નસીબની બલિહારી પણ મહેરબાન હોવી જોઈએ. માત્ર આર્થિક સધ્ધરતા જ જીવનધોરણની ઉચ્ચતા નક્કી નથી કરતું. જીવન જીવવાની કળામાં ધારાધોરણો પાયાનો મજબૂત, અડીખમ, ધ્યેયલક્ષી હોય તો તે જીવનધોરણ બીજાને પણ માર્ગદર્શક થઈ પડે છે.
આજના યુગમાં જીવનધોરણ મહદ્અંશે આર્થિક વિકાસ, તેની સધ્ધરતા પર જ આંકી લેવાય છે પણ પાયાના સિદ્ધાંત સત્યતા-વ્યાજબી કોઈપણને ઠેસ ન પહોંચાડવી કે નુકસાનમાં ઉતારી દેવા – માત્ર ને માત્ર સ્વવિકાસ-સ્વયંમના જીવનધોરણની ઉચ્ચતમતાને વળગી રહી જીવનધોરણ સાત્વિક, કુદરતી, વર્ષો સુધી ટકી રહે છે. દેશનો વિકાસ પ્રજાના જીવનધોરણની ગુણવત્તા પર નભે છે. પ્રજા સુખરૂપ તો દેશની આબોહવા શુદ્ધ.
બીજો દેશો પણ ગણકારતા થઈ જાય છે. મહાન થઈ ગયેલા પુરુષોના જીવનધોરણનો અભ્યાસ આપણા જીવનમાં ઘણું ઘણું શીખવી જાય છે.
આપણા દેશના રાષ્ટ્રપિતા શ્રી ગાંધીજી-બાપુનું જીવનધોરણ સો ટચના સોના જેવું હતું જે માત્ર દેશપ્રેમને વરેલ. પ્રજાના કલ્યાણકારી ભાવનાથી ભરપૂર. સાથે સ્વયંની સાદગી. જે બોલે તે જીવનમાં પાળે. જે પાળે તે જ બોલે. સિદ્ધાંત સ્વયંના જીવનચરિત્રમાં વણાઈ ગયેલ તેવું જીવન જીવી જાણ્યું. બીજા પણ તેમના સાથી નેતાઓએ સાથ-સહકાર આપી દીધો. જીવનધોરણમાં લાલસા, લોભ, રુશવત કે અવ્યવહારને સ્થાન જ નથી.
જન્મ માતાઓની એટલી જ ફરજ છે કે સંતાનોને જીવનધોરણના પાઠ ભણાવી તેમને કોઈ અમૂલ્ય કાર્ય માટે તૈયાર કરવા.
પિતાશ્રી પણ સંતાનોને ક્ષેત્ર ધંધાધારી કે વ્યવસાયિકમાં પોતાની જ ટોચની જીવન જીવવાની શૈલી હાંસિલ કરી સફળ થાય. જીવનધોરણનું મૂલ્યાંકન જેટલું ઉચ્ચતમ તેટલી જ જિંદગી જીવવાની સરળતા-સહજતા-કાર્યશીલતા-ફળ સ્વરૂપ નવી જ રચના કરવી. જે લોકો હાંસિલ કરે છે તેનું ઈતિહાસમાં કાર્ય નોંધાય છે. જે બીજાઓ અનુસરે છે સીડી તરીકે ઉપયોગ કરી ટોચ સુધી પહોંચી શકે છે.
જીવનધોરણ તો સુપરડુપર બેતાજ બાદશાહને શોભે તેવું. માથું ઊંચું કરી જીવી શકાય તેવું ગ્રહણ કરીએ.
શ્રી હર્ષ દડિયા