પ્રજામત

પ્રજામત

મોંઘવારીમાં રાહતના પગલાં
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં નીચે પ્રમાણે પગલાં લેવામાં આવ્યા છે. (૧) ઘઉંના ભાવમાં ૧૫થી ૧૮ રૂપિયા પ્રતિક્વિન્ટલ ઘટાડો કર્યો. (૨) પેટ્રોલ ડ્યૂટી ૮ રૂ. પ્રતિલિટર ઘટાડો. (૩) સોયાબીન, સૂરજમુખીનો સિમા શુલ્ક પરનો સેસ હટાવ્યો. (૪) હજુ વર્ષ દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત થશે.
આ બધા ઘટાડાથી ગૃહિણીઓને થોડી રાહત જરૂર મળશે.
– અરુણ વ્યાસ, અમદાવાદ
——-
ગ્રાન્ટ-ઇન-એઇડ નીતિના કારણે રાજ્યની ૮૦ ગ્રાન્ટેડ શાળાને તાળાં લાગશે!?
ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ નીતિના કારણે એક પછી એક ગ્રાન્ટ -ઇન-એઇડ શાળાઓને તાળાં લાગી રહેલ છે. જેમાં આ વર્ષે વધુ ૮૦ ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ બંધ કરવા સંચાલકોએ અરજી કરી હોવાનું સંચાલક મંડળ દ્વારા જણાવાયેલ છે.
૧૦ વર્ષમાં દોઢ હજાર ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ ચૂકેલ છે. ૨૦૧૦માં રાજ્યમાં ૪,૫૦૦ ગ્રાન્ટેડ શાળાઓ આવેલી હતી. જેની સામે હાલમાં ત્રણ હજાર જ ગ્રાન્ટેડ શાળાઓ અસ્તિત્વમાં છે. આમ, મોટા ભાગની ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી રહેલ છે.
શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે. “૧૯૯૪ સુધી ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને શિક્ષણ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવતી હતી. ક્ધિતુ, ૧૯૯૪ પછી નીતિ બદલાયેલ અને ખાનગી શાળાઓને મંજૂરી આપવાની કાર્યવાહી આરંભ થયેલ.
શિક્ષણ વિભાગ દ્વારા એક બાજુ ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને મંજૂરી આપવાનું બંધ કરેલ છે તો બીજી બાજુ ખાનગી શાળાઓને બેફામ મંજૂરી આપવામાં આવી રહેલ છે.
૨૭ વર્ષમાં બોર્ડ દ્વારા ૧૦ હજાર ખાનગી શાળાઓ, મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપેલ છે. આમ, ખાનગી શાળાઓ વિવિધ રીતે વિદ્યાર્થીઓને પોતાની તરફ ખેંચી જતી હોવાથી ગ્રાન્ટ-ઇન-એઇડ. શાળાઓની સ્થિતિ કફોડી બનેલ છે.
– પ્રિન્સિ. કુંવરજી બારોટ
અંધેરી (પ.)
——–
આ રીતે પ્રદર્શન થાય?
એમણે લગભગ બસ્સો ઇ. ડી. નું કામ જ છે કે તે આર્થિક ભ્રષ્ટાચારની તપાસ કરે. પણ કૉંગ્રેસના ગાંધી પરિવાર ભક્તો એમ માને છે કે આની પાછળ શ્રી મોદીજીનો હાથ છે. કારણકે એમને ડર એ છે કે આવનારી ૨૦૨૪ની ચૂંટણીમાં કૉંગ્રેસ પાછી સત્તામાં આવી જશે. હવે આ તપાસના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર આવી ગયા છે અને પ્રદર્શન કરે છે. કારણ એમના માટે સોનિયાજી અને રાહુલજી ભગવાન છે જે કદી ખોટું કામ કરે જ નહી.ં પણ એ માટે આવી રીતે ‘પ્રદર્શન’ થાય અને કયાંક થોડી હિંસા પણ થાય એ કેટલું યોગ્ય છે? જો એમણે કંઇ ખોટું નહીં કર્યું હોય તો ક્લીન ચીટ મળી જશે. અને સત્તાધારી પક્ષને લપડાક લાગશે. આમ પણ હમણાં કૉંગ્રેસ પાસે સરકાર વિરુદ્ધ કોઇ મુદ્દો નથી. જેનો ઉપયોગ આવનારી ચૂંટણીઓમાં થઇ શકે. એટલે આવી તપાસને બદલાની ભાવનામાં ખપાવી લોકોની સહાનુભૂતિ મેળવવા માગે છે. જેથી ભૂ. પુ. વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની જેમ સત્તા વાપસી થાય. પ્રજા સમજે છે કે સત્તામાં રહેવા થોડુંક આવું કરવું પડે પણ તે માટે આવા ‘પ્રદર્શન’ જરૂરી છે?
– જિતેન્દ્ર શાહ, હૈદરાબાદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.