પ્રજામત

પ્રજામત

પ્રજામત

શ્રાવણિયો સોમવાર
પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો
જન્મોજન્મનો એક જ તું સાથ છો
પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો
બ્રહ્માંડનાં જીવોમાં ચૈતન્ય છો તું જ
સ્મશાનમાં બિરાજતી ચિદાનંદ લાશ છો
દૈહિક, દૈવિક, આધ્યાત્મિક સિદ્ધિ વરસાવતો
દરેક જીવનો સનાતની શિવ સંગાથ છો
તું, તારો પરિવાર ને તારું સર્વસ્વ પૂજાય
તું નિર્વિકલ્પ તું નિર્વિકાર તું નિરાકાર છો
ઉમા, ગણેશ, લાભ, શુભ, રિદ્ધિ, સિદ્ધિ સૌ તું
તું અજન્મા ને અમર તું મહાકાલ છો
જન્મ, મરણનાં બંધનોથી તું મુક્ત કરતો
કુબેરી ખજાનો ભભૂતનો તું પ્રસાદ છો
કાળ, ભય અને રોગને પળમાં હટાવતો
ઊર્જા ભંડાર ‘બમ બમ ભોલે’નો નાદ છો
કમી, કમજોરી અને વિઘ્નોનો નાશ કરતો
દેવોનો દેવ મહાદેવ મૃત્યુંજયી વૈધનાથ છો
ગંગાધર સ્વરૂપે પવિત્રતા વહેંચતો અને
હળાહળ એકલો પી જતો તું પુરુષાર્થ છો
હૈયાનાં બીલીપત્રથી દૂધ, જળ પધરાવવું તને
તું શંખ, ડમરું, રૂદ્રાક્ષનો મહા શિવરાત્ર છો
– મિત્તલ ખેતાણી, રાજકોટ
————
..કે સુખચેનના દિનરાત…! રાધાની વ્યથા
આ તો છે આપસમાં પ્રેમ પ્રગટયાની મારી વાત, કે સુખચેન ના દિનરાત
હું તો થઇ’તી ઘાયલ એ વેળા હતી પૂનમરાત. કે સુખચેન ના દિનરાત
મને મળવાની લગની લાગી પિયુથી થતાં પ્રેમ, કે સુખચેન ના દિનરાત
ક્યારે કરાશે મુજ અબળાને દીન જાણીને રહેમ. કે સુખચેન ના દિનરાત
સૂની આ શેરીયો ને સૂની આ ઢોલિયાની સેજ, કે સુખચેન ના દિનરાત
તારા મિલન વિના જોને ઊડી ગયું ભીતરનું તેજ. કે સુખચેન ના દિનરાત
નંદદ્વારે તને મળવાને માટે ક્યાં બહાને અવાય, કે સુખચેન ના દિનરાત
વ્રજની ગોપીઓને પૂછતાં કદાચ તને રે પમાય. કે સુખચેન ના દિનરાત
હવે તો ના ગમે મથુરામાં જઇને વેચવાનું દહીં દૂધ, કે સુખચેન ના દિનરાત
મેં તો ગુમાવ્યા તારા વહમાં વિયોગથી સુધબુધ. કે સુખચેન ના દિનરાત
માધવ વિના મનમંદિરિયામાં લાગે સઘળું સૂનું, કે સુખચેન ના દિનરાત
આ ગાંડપણનું દર્દ છે ઘેલછા ભર્યું બહુ રે જાૂનું. કે સુખચેન ના દિનરાત
પાસે આવો તો પ્રીતમ પહેરાવું મોરપીંછનો તાજ, કે સુખચેન ના દિનરાત
તારી મારી સૌ વ્રજવાસી જાણી ગયા પ્રીતનું રાઝ. કે સુખચેન ના દિનરાત
– કાકડિયા મનસુખ વી., અમદાવાદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.