Homeદેશ વિદેશહેં, નેપાળમાં હવે 'પ્રચંડ'નું રાજ

હેં, નેપાળમાં હવે ‘પ્રચંડ’નું રાજ

છેલ્લા કેટલાક દિવસોથી પડોશી રાષ્ટ્ર નેપાળમાં રાજકીય ઊથલપાથલ ચાલી રહી છે ત્યારે રવિવારે ફરી નવી સરકારનું ગઠન થવાનો તખતો તૈયાર થઈ ગયો છે. આગામી અઢી વર્ષ માટે પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ વડા પ્રધાન બનશે, ત્યાર બાદ બીજા પક્ષના નેતા વડા પ્રધાન બનશે.
નેપાળમાં નવી સરકારના ગઠન પછી નવા વડા પ્રધાનની નિમણૂકની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. નેપાળમાં ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહમુતી મળી નથી. રાષ્ટ્રપતિના અનુરોધ પછી મોટી મોટી પાર્ટી પરસ્પર ગઠબંધનને લઈને વિચાર-વિમર્શ કરી રહી છે ત્યારે નવી સરકાર બનાવવાની ટાઈમલાઈન આજે હતી અને આજે એટલે રવિવારે પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડની આગેવાની હેઠળની બેઠકમાં
જણાવાયું હતું કે આગામી વડા પ્રધાન પ્રચંડ બનશે. દુનિયામાં હિન્દુ બહુમતિ ધરાવનારા રાષ્ટ્રો પૈકીના એક નેપાળમાં સરકાર બનાવવા માટે છ પક્ષનું ગઠબંધન થઈ રહ્યું છે, જેમાં પ્રચંડને અઢી વર્ષ માટે વડા પ્રધાન બનાવવાનું નક્કી કર્યું છે. આ પક્ષના ગઠબંધનનો સાર એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઓલી ફરી વખત વડા પ્રધાન બનશે અને એ પણ પ્રચંડના પછી અઢી વર્ષ પછી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular