સોમવારે સવારે તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તુર્કી અને સીરિયામાં મોટા પાયે વિનાશ વેર્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 550 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, આ આંકડો ઘણો વધી શકે છે. તુર્કીના અદાના શહેરમાં એક 17 માળની અને એક 14 માળની ઇમારત ધરાશાયી થઇ છે. ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
મી ડિયા રીપોર્ટસ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો. અહીં ઘણા એપાર્ટમેન્ટ તૂટી પડ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. ભૂકંપ પછી, તુર્કીએ આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરી છે.
Heart heavy for #Turkey #Syria #Lebanon and all the other places affected by the massive #earthquake today. May Allah have mercy on the dead, and comfort the living. Ameen pic.twitter.com/C8XGLYKqLj
— Dr. Omar Suleiman (@omarsuleiman504) February 6, 2023
“>
સ્થાનિક સમયાનુસાર ભૂકંપ સવારે 4.17 કલાકે લગભગ 17.9 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તે જ સમયે, યુએસ જિયોલોજિકલ સર્વિસનું કહેવું છે કે સોમવારે વહેલી સવારે દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ નજીક 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે તુર્કી અને સીરિયામાં મોટા નુકસાનની આશંકા છે. તુર્કીની ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીનું કહેવું છે કે ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના પાજરસિક શહેરમાં હતું. સીરિયા અને યમન સુધી આંચકા અનુભવાયા હોવાનું કહેવાય છે.