Homeદેશ વિદેશગ્રીન પાવર રેન્જર ટોમી ઓલિવરની ભૂમિકા ભજવનાર જેસન ડેવિડ ફ્રેન્કનું 49 વર્ષની...

ગ્રીન પાવર રેન્જર ટોમી ઓલિવરની ભૂમિકા ભજવનાર જેસન ડેવિડ ફ્રેન્કનું 49 વર્ષની વયે અવસાન

આઇકોનિક ટીવી શો ‘માઇટી મોર્ફિન પાવર રેન્જર્સ’ના એક્ટર જેસન ડેવિડ ફ્રેન્કનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી હતી. જોકે, આવા ઘાતક પગલાંનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. તેઓ 1990 ના દાયકાના લોકપ્રિય શોમાં ગ્રીન પાવર રેન્જર ટોમી ઓલિવરની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.
તેમના નિધનના સમાચાર સાંભળીને દરેક લોકો આઘાતમાં છે. તેમના સહ સ્ટાર અને બ્લેક પાવર રેન્જરની ભૂમિકા ભજવનાર વોલ્ટર એમેન્યુઅલ જોન્સે સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે આ સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી. વોલ્ટરે કહ્યું- ‘મારા ખાસ પરિવારના અન્ય સભ્યને ગુમાવવાથી મારું હૃદય દુઃખી છે’. આ પહેલા યલો પાવર રેન્જરની ભૂમિકા ભજવનાર થુય ત્રાંગનું 27 વર્ષની વયે 2001માં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
અભિનય ઉપરાંત ફ્રેન્ક માર્શલ આર્ટ્સમાં પણ નિષ્ણાત હતા. તેમણે 2009 અને 2010માં ઘણી મિશ્ર માર્શલ આર્ટ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ફ્રેન્કને ચાર બાળકો છે. ફ્રેન્કની બીજી પત્ની ટેમી ફ્રેન્કે ઓગસ્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. એક તેના ટેમી ફ્રેન્ક સાથેના લગ્નથી અને ત્રણ તેના શાવના ફ્રેન્ક સાથેના પ્રથમ લગ્નથી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular