Homeઆમચી મુંબઈમુંબઈમાં ભરવરસાદમાં પણ ખાડા પૂરી શકાશે, ખાડા પૂરવા નવી ટેક્નોલોજીનો થશે ઉપયોગ

મુંબઈમાં ભરવરસાદમાં પણ ખાડા પૂરી શકાશે, ખાડા પૂરવા નવી ટેક્નોલોજીનો થશે ઉપયોગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં હવે ભરવરસાદમાં પણ રસ્તા પરના ખાડા પૂરી શકાશે. મુંબઈ મહાનગરપાલિકા રસ્તા પરના ખાડા પૂરવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની છે. ‘રિઍક્ટિવ અસ્ફાલ્ટ’ ટેકનોલોજીમાં ખાડા પૂરવાની સાથે જ બે-ત્રણ મિનિટમાં રસ્તા પરથી વાહનો પણ પસાર થઈ શકશે.
રસ્તા પર ખાડા પૂરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ મુંબઈના રસ્તાની હાલત સુધરતી નથી. ખાસ કરીને ચોમાસામાં રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા પડતા હોય છે. રસ્તાના ખાડાને લઈને પાલિકા પ્રશાસનને પણ સતત ટીકાનો સામનો કરવો પડે છે.
છેલ્લાં થોડાં વર્ષથી રસ્તા પરના ખાડા પૂરવા માટે પાલિકા કોલ્ડમિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. છતાં રસ્તાની હાલતમાં કોઈ ખાસ્સોએવો સુધારો જણાયો નથી. તેથી પાલિકા ખાડા પૂરવા માટે નવો પર્યાય શોધી રહી હતી, જેમાં અનેક પરીક્ષણ બાદ ‘રિઍક્ટિવ અસ્ફાલ્ટ’ ટેક્નોલોજીને મંજૂર કરવામાં આવી છે. તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં અને ખાનગી કંપનીની નિમણૂક કરવામાં આવી છે. તે માટે ૨,૬૮,૨૭,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. પાલિકાએ આપેલા કામ મુજબ કૉન્ટ્રેક્રે મુંબઈ શહેર, પૂર્વ ઉપનગર અને પશ્ર્ચિમ ઉપનગરના રસ્તા પરના ખાડા પૂરવાનું કામ કરશે.
ખાડા પૂર્યા બાદ આગામી ૩૬ મહિના એટલે કે આગામી ત્રણ વર્ષ સુધી સંબંધિત રસ્તા કામની જાળવણી કૉન્ટ્રેક્ટરે કરવી પડશે. પાલિકાએ આગામી બે વર્ષમાં રસ્તાઓને ખાડામુક્ત કરવાનો દાવો કર્યો છે. તે માટે સારી ગુણવત્તાના રસ્તાના બાંધકામ કરવા માટે લગભગ છ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
‘રિઍક્ટિવ અસ્ફાલ્ટ’ ટેક્નોલોજીમાં રસાયણ અને ડામરનો ઉપયોગ કરવામાં આવવાનો છે. આ ટેક્નોલોજીને કારણે વાહનોના ટાયરને તે ચિપકશે નહીં. તેમ જ ખાડા પૂર્યા બાદ આગામી બે-ત્રણ મિનિટમાં જ ગાડી રસ્તા પરથી પસાર થઈ શકશે. ભરવરસાદમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાશે. ડામરના રસ્તા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular