નુપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ કરવા બદલABVPના કાર્યકર્તાને પાકિસ્તાનથી મળી ધમકી

દેશ વિદેશ

નુપુર શર્માના સમર્થમાં ટિપ્પણી કરનારા યુવકને ફરી એક વાર જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા અસીમ જયસવાલને નુપુર શર્માના નિવેદનને સમર્થન આપતી પોસ્ટ કરવા બદલ ધમકી મળી છે. આ ધમકી પાકિસ્તાનના કોઈ નંબરથી વોઈસ મેસેજના માધ્યમથી આપવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જયસ્વાલે પોલીસને આ મામલે જાણ કર્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
ખંડવાના નાકોડા નગરમાં રહેતા ફરિયાદીએ આ અંગે જણાવ્યું હતું કે 26 જુલાઈના રોજ મોડી રાત્રે પાકિસ્તાનના એક મોબાઈલ નંબરથી વોટ્સએપ પર એક વોઈસ મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારાએ અપશબ્દો બોલીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી પાછળ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે નુપુર શર્માના પક્ષમાં સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને કારણે મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા પૈગંબર મોહમ્મદના વિરોધમાં નિવેદન આપવા બદન દેશભરમાં ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ આંદોલન થઈ રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં એક દરજી કન્હૈયાલાલે નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ નાંખતાં તેની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત કન્હૈયાલાલની હત્યાનો વિરોધ નોંધાવનારા કર્ણાટકના ભાજપ નેતાની પણ તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.