કાલી પોસ્ટર વિવાદ બાદ લીના મણિમેકલાઈએ ભગવાન શિવ-પાર્વતીની ધૂમ્રપાન કરતી તસવીર શેર કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ફિલ્મ નિર્માત્રી લીના મણિમેકલાઈ દ્વારા નિર્દેશિત એક ડોક્યુમેન્ટરી માટેના પોસ્ટરમાં દેવી કાલીને સિગરેટ પીતા દર્શાવવામાં આવતા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. તેમની સોશિયલ મીડિયા પર આલોચના પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ ફિલ્મ નિર્માત્રીએ અન્ય ‘વિવાદાસ્પદ’ પોસ્ટ શેર કરી છે.
લીના મણિમેકલાઈની વિવાદાસ્પદ ટ્વીટને હટાવવામાં આવ્યા બાદ એણે વધુ એક ‘વિવાદાસ્પદ’ તસવીર શેર કરી છે. ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલા વિવાદાસ્પદ પોસ્ટરમાં ભગવાન શિવ અને પાર્વતીના પોશાક પહેરેલા એક પુરુષ અને સ્ત્રીને ધૂમ્રપાન કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે તેમની આ પોસ્ટને લઇને વિવાદ વધવાની શકયતા છે.


આ પોસ્ટને લઇને ભાજપના નેતા શાહઝાદ પૂનેવાલાએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ રચનાત્મક અભિવ્યક્તિ નથી, પણ જાણીજોઇને લોકોને ઉકસાવવાનો પ્રયત્ન છે. હિન્દુઓને ગાળો આપવી એ ધર્મનિરપેક્ષતા છે? હિન્દુની આસ્થાનું અપમાન કરવુ એ ઉદારવાદ છે? લીના ઉત્સાહમાં છે કારણ કે તે જાણે છે કે તેની પાસે એક ઇકોસિસ્ટમનું સમર્થન છે જેમાં વામપંથી, કોંગ્રેસ, ટીએમસી સામેલ છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સ લીના મણિમેકલાઇની ટીકા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ છે કે ધર્મનુ અપમાન બંધ કરવુ જોઇએ. અન્ય એક યૂઝરે લખ્યું છે કે તે નફરત ફેલાવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.