Homeઆપણું ગુજરાતકચ્છના ઘુડખર અભયારણ્યની હળવદ રેન્જ પર ભૂમાફિયાઓનો કબજો!

કચ્છના ઘુડખર અભયારણ્યની હળવદ રેન્જ પર ભૂમાફિયાઓનો કબજો!

(તસવીર:ઉત્સવ વૈદ્ય)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: તાજેતરમાં કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓને પરવાનગી વગર જવા દેવાના પરિપત્ર બાદ રક્ષિત વિસ્તારમાં અવરજવર વધી છે ત્યારે હળવદ ઘુડખર અભયારણ્યમાં આવેલા મંદરકી અને વેણાસર ગામની વચ્ચેના સાગર તળાવની ઉત્તર દિશા તરફ વણખોદાયેલા રક્ષિત અભયારણ્યના હજારો એકર વિસ્તારમાં મીઠાનાં મોટા અગરો બનાવવા ભૂમાફિયાઓ દ્વારા જમીન પર ગેરકાયદેસર કબજો કરાયો હોવાની પર્યાવરણપ્રેમી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ આ રક્ષિત અભયારણ્યમાં મોટી સંખ્યામાં હિટાચી, જેસીબી મશીનો વડે નવા અગરો બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રક્ષિત અભયારણ્યમાં આવતો હળવદનો આ વિસ્તાર સરકારની માલિકીનો હોવાથી તેમજ અભયારણ્યના વન્ય પ્રાણીઓ માટેનું અંતિમ પડાવ સ્થાન હોઈ ઘુડખર અભયારણ્યમાં વસવાટ કરતા અસંખ્ય વન્ય જીવોના ખલેલ રૂપ ગેરકાયદેસર થતી પ્રવૃતિઓને તાત્કાલિક અસરથી રોકવી અત્યત જરૂરી છે. ઘુડખર અભયારણ્યના જવાબદાર અધિકારીઓ આગામી દિવસોમાં આ ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિ અને હીટાચી જેવા સાધનોથી થતી ખોદકામની બેફામ પ્રવૃત્તિઓ પર રોક નહી લગાવે તો વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૫૫(સી) હેઠળ બનતા શિક્ષાત્મક જોગવાઈ મુજબ પર્યાવરણ પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ લવર્સ દ્વારા હળવદના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટક્લાસ) કોર્ટ સમક્ષ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી ધ્રાંગધ્રાના ભરતભાઇ રાઠોડ નામના પર્યાવરણપ્રેમીએ રજૂઆત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ અન્વયે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો વનવિસ્તાર ઓછો હોવા છતાં, જૈવિક વિવિધતાઓથી સમૃદ્ધ છે. અહીં ૯૬ સસ્તન, ૧૮૦ સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ અને ૪૦૦થી વધુ જાતના પક્ષીઓ આખા ખંડમાં સિંહ અને ઘુડખર જેવા દુર્લભ જાતના પ્રાણીઓ ધરાવતા ગુજરાત પ્રદેશ પારસ્પરિક નિર્ભરતા અને સમતુલાના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જીવંત ઉદાહરણ છે. આથી, વિકાસના આડકતરા પરિણામો તરીકે ઉપજેલા પરિબળોની સામે વન્યપ્રાણી અને જૈવિક વૈવિધ્યનું સંરક્ષણ કરવું પડકારજનક છે.
વૈવિધ્યસભર વન્યજીવો સમગ્ર સજીવ સૃષ્ટિનું અભિન્ન અંગ છે. વન્યજીવોના સંરક્ષણ માટે ભારત સરકારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ અમલમાં મુકેલો અને ત્યારબાદ ૧૯૯૧માં સુધારો કરી વન્યજીવના રક્ષણ માટે શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ માટેની જોગવાઈઓ વધુ અસરકારક બનાવવા અને છટકબારીઓ દૂર કરવા ફરી ૨૦૦૨-૨૦૦૬ સુધીમાં અનેક સુધારાઓ કરવામાં આવેલા છે.
ઘુડખર જે એશિયનટીક ‘વાઇલ્ડએસ’ના નામથી પણ ઓળખાય છે, જેને વર્ષ ૨૦૦૯થી ઈંઞઈગ દ્વારા રેડ કેટેગરીમાં સમાવિષ્ટ કરેલા છે. આ ઉપરાંત કચ્છનું નાનું રણ વિશાળ ખારી સમતળ જમીન અને સિઝનલ વેટલેન્ડનું અનોખું સંયોજન હોવાથી સમગ્ર વિસ્તારને યુનેસ્કો દ્વારા કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલું છે તેવામાં હેવી મશીનરીનો ઉપયોગ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઇન્ડસ્ટ્રીલીસ્ટો અને એમના મળતિયાઓ દ્વારા અભયારણની ખુલ્લી જમીનો ઉપર આર્થિક લાભ મેળવવાના હેતુથી નિકંદન કાઢી રહ્યા છે. એક ખાસ ટીમ બનાવી કચ્છના નાના રણમાં કેટલા અગરિયાઓ મીઠું પકવવાનું કામ પેઢી દર પેઢી પરંપરાગત રીતે કરે છે, એની સ્થળ તપાસ સાથે કાર્યવાહી ચાલુ જ છે અને રણમાં અનધિકૃતરીતે પ્રવેશ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ હળવદ ઘૂડખર અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.એમ. રબારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular