રેલવેએ કરી સ્પષ્ટતા
રેલવે સ્ટેશનો પર મોટી સ્ક્રીન રાખવામાં આવતી હોય છે. કઈ ટ્રેન, કયા સમયે આવશે કે ક્યારે જશે કે પછી કોઈ જાહેરાત માટે આવી મોટી સ્ક્રીનનો ઉપયોગ થતો હોય છે. ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય ડિસ્પ્લેમાં લખવામાં આવે છે જેથી પેસેન્જર ખોવાઈ ન જાય. એક દિવસ પહેલા તેનો અલગ ઉપયોગ જોવા મળ્યો હતો. સ્ટેશન પર લગાવેલી સ્ક્રીન પર એક પોર્ન ફિલ્મ ચાલું થઇ ગઇ હતી અને તે થોડીક સેકન્ડ માટે નહીં પરંતુ સંપૂર્ણ 3 મિનિટ માટે. આ વિચિત્ર ઘટના અહીં પટના જંકશન પર બની હતી, જેને કારણે ભારે હોબાળો મચ્યો હતો.
લોકોએ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો. આ ઘટના બાદ રેલવે તુરંત જ એક્શનમાં આવી હતી. રેલવેએ કહ્યું હતું કે એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સેવાએ જણાવ્યું હતું કે સંબંધિત એજન્સી વિરુદ્ધ 2 FIR નોંધવામાં આવી છે. ઉપરાંત એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી છે.આ મામલે લોકોએ અલગ-અલગ કોમેન્ટ કરી હતી. એક પોર્ન સ્ટારે પણ આ મામલે ટિપ્પણી કરી હતી. પોર્ન સ્ટારે જણાવ્યું હતું કે, મારું નામ કેન્દ્ર લસ્ટ છે. કેન્દ્રએ તેના ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો અને તેની સાથે ભારત લખ્યું. આ સિવાય ટ્વિટમાં હેશટેગ બિહાર રેલવે સ્ટેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જુઓ કેન્દ્રનું વાયરલ ટ્વિટ…
पटना जंक्शन पर आज कुछ भी हुआ उस पर खुद बिहार के लोग Memes बना रहे हैं, कितनी शर्म की बात है…
— Khushboo Chaudhary (@khushbuChy) March 20, 2023
પોર્નસ્ટારનું આ ટ્વિટ વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કમેન્ટ્સ કરવા માંડ્યા હતા. કેટલાકે લખ્યું આ મામલો આંતરરાષ્ટ્રીય કેવી રીતે બની ગયો. તો કેટલાકે જણાવ્યું હતું કે આ મામલો હવે કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચી ગયો.
India 🇮🇳#BiharRailwayStation pic.twitter.com/R2Mxfbfarc
— Kendra Lust™ (@KendraLust) March 20, 2023