વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની સમસ્યા નથી, દેશની સમસ્યા છે. તેને જાતિ અને ધર્મ સાથે જોડવો યોગ્ય નથીઃ મુખ્તાર અબ્બાસ નકવી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા વધતી વસ્તી પર આપવામાં આવેલા નિવેદન વચ્ચે હવે મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા વધતી વસ્તી પર આપવામાં આવેલા નિવેદન વચ્ચે હવે મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મની સમસ્યા નથી, દેશની સમસ્યા છે. તેને જાતિ અને ધર્મ સાથે જોડવું યોગ્ય નથી.
વિશ્વ વસ્તી દિવસ પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા વધતી વસ્તીને લઈને આપેલા નિવેદનને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. આ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન સામે આવ્યું છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે વસ્તી વિસ્ફોટને ધર્મ સાથે જોડવો વ્યાજબી નથી. આ સમગ્ર દેશની સમસ્યા છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કરીને કહ્યું કે વિશાળ વસ્તી વિસ્ફોટ કોઈ ધર્મ નથી, દેશની સમસ્યા છે. તેને જાતિ અને ધર્મ સાથે જોડવું યોગ્ય નથી. નકવીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. જોકે , એવી ચર્ચા છે કે ભાજપ તેમને ઉપ પ્રમુખ પદના ઉમેદવાર બનાવી શકે છે.
આ પહેલા યોગી આદિત્યનાથે વિશ્વ વસ્તી દિવસ પર લખનૌમાં એક કાર્યક્રમમાં યુપીની વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જનસંખ્યા નિયંત્રણનો કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધવો જોઇએ. પરંતુ આપણે વસ્તી વિષયક અસંતુલન ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે કહ્યું કે, એવું ન થવું જોઈએ કે કોઈ એક વર્ગની વસ્તી વૃદ્ધિની ઝડપ અને ટકાવારી વધુ હોય અને જે લોકો મૂળ વતની છે, તેમને જાગૃતિ અભિયાન ચલાવીને તેમની વસ્તીને નિયંત્રિત કરવાનું સમજાવીને અસંતુલન પેદા કરવામાં આવે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.