ફેમસ અમેરિકન પોપ સ્ટાર રિહાનાનએ તેના ચાહકોને ગૂડ ન્યૂઝ આપી છે અને ટૂંક સમયમાં જ રિહાના અને તેના રેપસ પતિ અસેપ રોકીના ઘરે નાનકડાં મહેમાનનું આગમન થશે. સુપર બાઉલ ઈવેન્ટમાં પર્ફોર્મન્સ આપતી વખતે તેણે બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું ત્યારથી જ સોશિયલ મીડિયામાં તેની પ્રેગ્નન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
SHE’S BAAAACK 👑 @Rihanna #AppleMusicHalftime pic.twitter.com/rH2G9r2RSc
— NFL (@NFL) February 13, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે રિહાનાએ મે, 2022માં એક દીકરાને જન્મ આપ્યો હતો અને હવે તે બીજી વખત માતા બનવા જઈ રહી છે. પહેલી પ્રેગ્નન્સી દરમિયાન રિહાનાએ રિવિલિંગ ફોટોશૂટ પણ કર્યું હતું અને તેમાં પણ તેણે બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું. અમેરિકામાં યોજાતા સૌથી મોટા ફૂટબોલ ઈવેન્ટમાંથી એક સુપર બાઉલમાં ફેમસ સિંગર પર્ફોર્મન્સ આપે છે અને આ જ ઈવેન્ટથી રિહાનાએ કમબેક કર્યું હતું.
2018 બાદ રિહાનાએ કોઈ પણ લાઈવ પર્ફોર્મન્સ આપ્યું નહોતું અને આ ઈવેન્ટથી તેણે કરેલાં ધમાકેદાર કમબેકથી લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે. રૂડ બોય, ડાયમંડ્સ જેવા ગીતો પર રિહાનાએ પર્ફોર્મ કર્યું હતું. છેલ્લાં સાત વર્ષમાં તેનું એક પણ આલબમ રિલીઝ થયું નથી અને તેના આગામી આલબમની ચાહકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
રિહાનાની ફેન ફોલોઈંગ જબરી છે અને તે અલગ અલગ કારણોસર ચર્ચમાં રહે છે. ઘણી વખત તે તેના અંગત કારણોસર પણ ચર્ચામાં રહે છે. 2021માં ભારતમાં થયેલાં ખેડૂતોના આંદોલન બાબતે તેણે કમેન્ટ કરી હતી અને આંદોલનનો ફોટો પોસ્ટ કરીને તેણે લખ્યું હતું કે આના વિશે કેમ લોકો બોલતા નથી? તેની આ પોસ્ટે લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સિવાય એક ફોટોશૂટને કારણે પણ વિવાદ ઊભો થયો હતો. રિહાનાએ તેનો એક ટોપલેટ ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે હિંદુ ભગવાન ગણપતિનું પેન્ડન્ટવાળું નેકલેસ પહેર્યું હતું અને તેને કારણે ખાસ્સો એવો હોબાળો ઊભો થયો હતો.