પૂ. શ્રી ધીરગુરુદેવની જન્મભૂમિ જશાપરમાં જન્માષ્ટમીના દિને ગામજમણ

આમચી મુંબઈ

મુંબઈ: ભાણવડ તાલુકાના કાટકોલાની બાજુમાં શ્રી પ્રેમમુનિ મ.સા. અને પૂ. શ્રી ધીરજમુનિ મ.સા.ની જન્મભૂમિ જશાપરમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સંપન્ન થયો હતો. કે.ડી. કરમુર પ્રેરિત ગામજમણમાં ૫૫૦૦ ભાવિકો પ્રસાદમાં જોડાયા હતા. ૧૯મી ઓગસ્ટ જન્માષ્ટમીના દિને કૃષ્ણોત્સવ અને ગામજમણનું આયોજન કરાયું છે. જશાપરમાં ડો. સી.જે. દેસાઈ અને જશવંતીબેન દેસાઈ-નંદકિશોર ગૌશાળા નૂતનીકરણમાં પાંચ લાખ રૂપિયા પારસમણિ દાતા, ૨.૫૧ લાખ કામધેનુ દાતા, ૧.૧૧ લાખ કાયમી તિથિ દાતા, ૫૧,૦૦૦ જીવદયા દાતા વગેરે યોજના છે. તેમ જ સેવા સંકુલમાં રૂ. ૧૧ લાખ ફ્રંટ યાર્ડ દાતા, રૂ. ૧૧ લાખ ભોજન ખંડ, પાંચ લાખ રૂપિયા વિરામ વાટિકા, પાંચ લાખ રૂપિયા જયજિનેન્દ્ર સીડી, પાંચ લાખ રૂપિયા ચત્તારિમંગલં તક્તિ, બે લાખ રૂપિયા જૈન પ્રતીક તક્તિ, રૂ. ૧ લાખ સાતાકારી પાટ વગેરે યોજના છે. વધુ વિગત માટે શ્રી પી.એમ. ટ્રસ્ટના રજનીભાઈ બાવીસીનો સંપર્ક કરવો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.