(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાટનગર દિલ્હીને ફરી એક વખત મુંબઈએ પ્રદૂષણમાં પાછળ મૂકી દીધું હતું. બુધવારે દિલ્હીમાં હવાની ગુણવત્તાનો સ્તર ૧૧૮ નોંધાયો હતો ત્યારે મુંબઈમાં ફરી એક વખત હવાનું પ્રદૂષણ જોખમી સ્તરે નોંધાયું હતું. બુધવારે દિવસ દરમિયાન એક્યુઆઈ ૩૦૩ જેટલો ઊંચો રહ્યો હતો.
મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. બુધવારના દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણની સાથે જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઊંચુ રહ્યું હતું. વિઝિબિલિટી પણ ઓછી રહી હતી.
સામાન્ય રીતે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જોખમી રહેતું હોય છે. ત્યારે આ વખતે શિયાળામાં દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું રહ્યું છે, તેની સામે મુંબઈમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ સતત ઊંચો નોંધાઈ રહ્યો છે. દિવસ દરમિયાન સરેરાશ એક્યુઆઈ રહ્યો હતો. જે અત્યંત જોખમી સ્તરનો કહેવાય. નવી મુંબઈમાં પણ એક્યુઆઈ ૩૨૦ જેટલો ઊંચો એક્યુઆઈ નોંધયા હતો.
સમગ્ર મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષણ ચેંબુરમાં રહ્યું હતું. અહીં એક્યુઆઈ ૩૩૧ જેટલો ઊંચો રહ્યો હતો. તો કોલાબામાં એક્યુઆઈ ૨૮૬, મઝગાંવ ૨૦૪, બીકેસી ૩૨૮, અંધેરીમાં ૩૦૬, ભાંડુપ એક્યુઆઈ ૩૧૬ રહ્યો હતો.