Homeટોપ ન્યૂઝPollution પર Politics: કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને દિલ્હીને 'ગેસ ચેમ્બર' ગણાવ્યું, CM કેજરીવાલે...

Pollution પર Politics: કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને દિલ્હીને ‘ગેસ ચેમ્બર’ ગણાવ્યું, CM કેજરીવાલે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી

દિલ્હીના પ્રદૂષણને લઈને રાજનીતિ ચરમસીમા પર છે. પ્રદૂષણ કેવી રીતે ઘટાડવું તેની યોજના બનાવવાને બદલે નેતાઓ પ્રદૂષણની આડમાં રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે. રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ઊંચા સ્તર પર સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર હવે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાને તેમને ઠપકો આપ્યો છે. તેમણે આ અંગે કેટલાક આંકડા પણ શેર કર્યા છે.
કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે રાજધાની દિલ્હીને “ગેસ ચેમ્બર” કહ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીને કોણે ગેસ ચેમ્બર બનાવ્યું છે તેમાં કોઈ શંકા નથી. પંજાબમાં 2021માં ખેતરમાં આગના કેસોમાં 19 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, હરિયાણામાં 30.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે પંજાબમાં 3,634 જગ્યાએ આગ લાગી છે.
તેમણે AAP પર કૌભાંડ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકારે પાકના અવશેષ વ્યવસ્થાપન (Crop Residue Management Machines) માટે મશીનો ખરીદવા પંજાબને 1,347 કરોડ રૂપિયા આપ્યા છે. રાજ્યએ 1,20,000 મશીનો ખરીદ્યા હતા, જેમાંથી 11,275 મશીનો ગુમ થઈ ગયા છે. પંજાબ સરકાર પાસે ગયા વર્ષે અને આ વર્ષે 492 કરોડ રૂપિયા હતા, જેને કેન્દ્ર તરફથી 280 કરોડ રૂપિયા મળ્યા હતા. આ પછી પણ નાણાનો ઉપયોગ ન થતાં ખેડૂતો પરાલી સળગાવવા મજબૂર થયા છે.
કેજરીવાલે પ્રદૂષણ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે પ્રદૂષણએ સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે. યુપી હોય, હરિયાણા હોય, રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય, AQI લગભગ દરેક જગ્યાએ સમાન છે. તેમણે સવાલ કર્યો હતો કે શું દિલ્હી અને પંજાબે આખા દેશમાં પ્રદૂષણ ફેલાવ્યું છે? પીએમ મોદી આ અંગે બેઠક કેમ નથી કરી રહ્યા? જ્યારે ખેડૂતોએ આંદોલન કર્યું ત્યારે કેન્દ્ર સરકારે તેમને મદદ ન હતી કરી, સ્ટબલ અંગેની અમારી દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular