બોલિવૂડના પ્રખ્યાત ગાયકોમાંના એક સોનુ નિગમ તેમના ઉત્તમ અવાજ માટે જાણીતા છે. તે અવારનવાર પોતાના ગીતોને લઈને ચર્ચામાં રહે છે. જો કે આ દિવસોમાં તે તેની સાથે બનેલી એક ઘટનાને લઈને ચર્ચામાં છે. સોમવારે, એક કાર્યક્રમમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને મારપીટ કરવામાં આવી હતી, આ આરોપ શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકર પર છે. સોમવારે સોનુ નિમામ ચેમ્બુર વિસ્તારમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યો હતો. અને જ્યારે તેઓ સ્ટેજ પરથી ઉતરવા લાગ્યા ત્યારે શિવસેનાના ધારાસભ્યના પુત્રએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. ઘટના બાદ સોનુ નિગમે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તે જ સમયે, આ મામલે પ્રકાશ ફાટેરપેકરનું નિવેદન આવ્યું છે. તેણે સોનુ નિગમની માફી માંગી છે. આ ઘટના વિશે વાત કરતા પ્રકાશ ફાટેરપેકરે કહ્યું, “તેણે (તેમના પુત્રએ) સોનુ પર હુમલો કર્યો નથી, જ્યારે તમે વીડિયો જોશો ત્યારે તમને ખબર પડશે કે જે પણ થયું તે ભૂલથી થયું છે. તેણે હેતુપૂર્વક ધક્કો માર્યો નથી. જ્યારે સોનુ સ્ટેજ પરથી ઉતરી રહ્યો હતો ત્યારે મારો પુત્ર તેની સાથે સેલ્ફી લેવા માંગતો હતો. જે થયું તે ખોટું હતું. તે છોકરા તરીકે ખૂબ જ નમ્ર છે. જે પણ થયું તેના માટે હું દિલગીર છું અને હું માફી માંગુ છું. સોનુ નિગમ સાથે આ ઘટના બની તે સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ મામલો ચર્ચામાં આવ્યો હતો. ધારાસભ્યના પુત્ર પર સોનુ નિગમના મેનેજર સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે. સોનુ સ્ટેજ પરથી નીચે ઉતરતો હતો ત્યારે ધારાસભ્યના પુત્રએ પહેલા ગાયકના બોડીગાર્ડને ધક્કો માર્યો અને પછી તેને ધક્કો માર્યો હતો. સોનુ નિગમને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહેશે. સોનુ નિગમની ફરિયાદ પર કેસ નોંધીને પોલીસે તેની તપાસ હાથ ધરી છે. પોલીસે આઈપીસીની કલમ 341, 323 અને 337 હેઠળ કેસ નોંધ્યો છે.