ભુશી બંધમાં સહેલાણીઓ ન આવે એ માટે પોલીસનો પહેરો ગોઠવી દેવાયો

આમચી મુંબઈ

લોનાવલા: જો તમે લોનાવલામાં ભુશી ડેમની વરસાદી મોસમનો આનંદ માણવા માટે પૂણેના લોનાવલાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યાં છો, તો માંડી વાળો વહીવટીતંત્રે લોનાવલામાં સાંજે પાંચ વાગ્યા પછી પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. લોનાવલામાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે ભુશી ડેમે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પ્રવાસીઓને પણ ડેમની બાજુમાં જવાની પણ રોક લગાવી છે. ભૂશી બંધમાં સહેલાણીઓ ન આવે એ માટે પોલીસનો પહેરો ગોઠવી દેવાયો છે. ભુશી ડેમ ભારે ઓવરફલો થઈ રહ્યો છે કે પગથિયાં પણ દેખાતા નથી. ભુશી ડેમ ઓવરફલો થવાને કારણે પ્રવાસીઓની ભીડ વધવા લાગી છે. ભુશી ડેમ વર્ષા પર્યટન માટે સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. લોનાવલામાં સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે અને આ વિસ્તારના ધોધ વહેવા લાગ્યા છે.

5 thoughts on “ભુશી બંધમાં સહેલાણીઓ ન આવે એ માટે પોલીસનો પહેરો ગોઠવી દેવાયો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.