લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના ડિરેક્ટર્સને પોલીસનું સમન્સ, ફરાર આરોપી સમીર પટેલ દેશ છોડી ભાગી જાય તેવી આશંકા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: સમગ્ર ગુજરતાને હચમચાવી દેનારા અમદાવાદ-બોટાદ લઠ્ઠાકાંડમાં(hooch tragedy) પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કેમિકલ જ્યાંથી સપ્લાઈ થયું હતું એ AMOS કંપનીના ચારેય ડાયરેક્ટ પોલીસે(Gujarat police) સમન્સ પાઠવ્યા છે. હાલ SIT દ્વારા ચારેય ડાયરેક્ટરોના ઘર અને ઓફીસમાં તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવદ શહેરના બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં રહેતા બે ડિરેક્ટરોને પોલીસે શોધી કાઢ્યા છે. ચંદુ પટેલ અને પંકજ પટેલ નામના આ બંને ડાયરેક્ટરોને તપાસ દરમિયાન હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. ડાયરેક્ટર રજત ચોક્સી અને સમીર પટેલ ઘર બંધ કરીને ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી સમીર પટેલ ગમે તે સમયે દેશ છોડીને ભાગી જઈ શકે એવી આશંકા સેવાઈ રહી છે. જેથી તે ભારતના કોઈપણ એરપોર્ટથી ભાગે નહીં તે માટે તેની સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરાયું છે.
અમદાવાદ જિલ્લાના પીપળજમાં આવેલ દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કેમિકલ ઉત્પાદન કરતી કંપની AMOS એ લાયસન્સ એક્સપાયર થઇ ગયા હોવા છતાં રિન્યુ કરાવ્યું ન હતું. લાયસન્સ વગર કંપની કેમિકલનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન અને વેચાણ કરતી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે AMOS કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. તેઓ બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલ રાજકીય વગનો ઉપયોગ કરીને જ લાયસન્સ રિન્યુ કર્યા વગર કંપની ચલાવતો હતો.
આ AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે જ ગોડાઉનમાંથી મિથેનોલ કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપ્યું હતું. જેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરોએ દેશી દારૂ તરીકે બંધાણીઓને વેચ્યું હતું. જે પીવાથી 55 થી વધુ લોકોના જીવ ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.