મુંબઈઃ ગેંગસ્ટર છોટા રાજનના સાગરીતને ચેમ્બુરમાંથી ધરપકડ કરી છે, જ્યારે તેની સામે કેસ પણ નોંધ્યો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જન્મદિવસનું સેલિબ્રેશન વખતે પોલીસે તેની ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટરના નજીકના ગણાતા સહયોગી નીલેશ પરાડકરની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે, જ્યારે તેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ પોલીસે આરોપી નીલેશ પરાડકરને ભોઈવાડા કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં નીલેશ પરાડકરને 25,000 રુપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે આરોપી નીલેશ પરાડકરને સાત દિવસ માટે તિલકનગર પોલીસ સ્ટેશનમાં હાજર થવા અને પોતાનો પાસપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો છે.
મુંબઈ પોલીસે રવિવારે વધુ એક સફળતા મળી છે, જેમાં પોલીસે પાંચ જણને ગેંગસ્ટર છોટા રાજનને નામે વસૂલી કરવાના કિસ્સામાં ધરપકડ કરી હતી. આરોપીમાં રાજ ગોલે, સાગર ગોલે, ગૌરવ ચવ્હાણ, વિદ્યા કદમ અને દીપક સકપાલ સામેલ છે. આરોપીની સામે આઈપીસી વિવિધ કલમ અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
Birthday Celebration વખતે મુંબઈ પોલીસે ઊઠાવ્યો છોટા રાજન ગેંગના સભ્યને
RELATED ARTICLES