ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. એવામાં ખાલિસ્તાની લીડરની નજર આ મેચ ઉપર છે અને તેમણે ધમકી આપી છે. ખાલિસ્તાની લીડર ગુરપરવંત સિંહના વાયરલ થયેલા ધમકી ભરેલા મેસેજમાં લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. જોકે ગુજરાત પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આ મેચના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝ સાથે મળી મેચ જોવા આવ્યા હતા. જોકે તે બાદ સ્ટેડિયમમાં મેચ જોનારાની સંખ્યા ખૂબ ઓછી છે. આવી ધમકી અંગે અમદાવાદ પોલીસ કમિશને કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી, પરંતુ સૂત્રો દ્વારા આવી ધમકી મળ્યાનું જાણવા મળ્યું હતું.
પ્રી-રેકોર્ડેડ મેસેજમાં લોકોને ધમકી આપવામાં આવી છે કે, ‘ઘરમાં રહો-સુરક્ષિત રહો’. ખાલિસ્તાની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, વાયરલ થયેલા વીડિયોમાં સંગઠનના સુત્રધારનો જ અવાજ છે. આ ધમકી બાદ બન્ને ટીમોની તેમજ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે, તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી હતી. પોલીસે આ ધમકી વિષયક તપાસ શરૂ કરી દીધી છે અને સુરક્ષા સઘન કરી છે આ સાથે લોકોને કોઈપણ જાતનો ભય ન રાખવા અપીલ કરી છે.
ગુરપતવંત સિંહ પન્નૂએ અમૃતસરમાં યોજનારી G-20 દેશોની સમિટને લઈને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી છે. જેના પગલે દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. હવે જો મેચની વાત કરવામાં આવે તો, ચોથી ટેસ્ટમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે પોતાની પ્રથમ ઈનિંગ્સમાં ઉસ્માન ખ્વાજા (180) અને કેમરન ગ્રીન (114)ની મદદથી 480 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા વતી આર અશ્વિન સૌથી સફળ બૉલર રહ્યો હતો, જેણે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા છે. ભારતીય ટીમ હજુ પણ ઑસ્ટ્રેલિયા કરતાં 191 રન પાછળ છે.
ઘરમાં રહો, સુરક્ષિત રહો- આવી ધમકી કોણે આપી મેચ જોનારાઓને
RELATED ARTICLES