કાનપુર કોર્ટની બહાર નીકળતી વખતે સમાજવાદી પાર્ટી (સપા)ના વિધાનસભ્ય ઈરફાન સોલંકી જ્યારે મીડિયા સાથે વાત કરવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે એ પોલીસ કોન્સ્ટેબલે વિધાનસભ્યનું ગળું પડકીને તેને ખેંચવાની કોશિશ કરી હતી અને એના પર વિધાનસભ્ય પણ ભડકી ગયા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો.
કાનપુર સીસામઉ મતદારબેઠક પરથી સમાજવાદી પક્ષ (સપા)ના વિધાનસભ્ય ઈરફાન સોલંકીને બુધવારે કાનપુર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, કોર્ટની બહાર નીકળતી વખતે વિધાનસભ્યએ મીડિયા સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલે વિધાનસભ્યનું ગળું પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોલીસ પર ગુસ્સે ભરાયો હતો અને એનો વીડિયો વાઈરલ થયો હતો.
વીડિયોમાં ચોખ્ખું જોવા મળ્યું હતું કે સપા વિધાનસભ્ય ઈરફાન સોલંકીને કોર્ટની બહાર લઈ જતી વખતે પોલીસની સાથે ધક્કામુક્કી કરી હતી. એ જ વખતે વિધાનસભ્યએ મીડિયા સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે પોલીસે તેનું ગળું પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મામલો બિચક્યો હતો અને વિધાનસભ્ય ગુસ્સે ભરાઈને બૂમાબૂમ કરી નાખી હતી. ત્યારબાદ પોલીસે બળજબરીપૂર્વક પોલીસે તેને જીપમાં બેસાડી દીધો હતો. એના પહેલા વિધાનસભ્યએ કહ્યું હતું કે કલમ પણ એમની, પેપર પણ એમના, કોર્ટ બધાની છે. હું પહેલા પણ ગુનેગાર નહોતો અને આજે પણ નથી. કોર્ટ પણ મને નિદોર્ષ સાબિત કરશે. બુધવારે કોર્ટે બંને કેસમાં 14 દિવસ અને ગેંગસ્ટર એક્ટને એક મહિનાની જ્યુડિશિયલ કસ્ટડી આપી છે. ગેંગસ્ટર કેસમાં વોરન્ટ પર સમન્સ માટે વિધાનસભ્ય ઈરફાન સોલંકીને બુધવારે એમપી એમએલએ સેશન્સ કોર્ટની વિશેષ ન્યાયાધીશ સત્યેન્દ્રનાથ ત્રિપાઠી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને એ વખતે તેઓ ભાવુક થઈ ગયા હોવાનું કહેવાય છે.
न्याय पर भरोसा हैं,
"कलम भी इनकी, पेपर भी इनका, अदालत सबकी है, अदालत सबकी है"@samajwadiparty @MediaCellSP @yadavakhilesh pic.twitter.com/AR4MkfatGs— Irfan Solanki (@IrfanSolanki) January 4, 2023