ગઈકાલે રાજકોટમાં કાયદો વ્યવસ્થાના સરેઆમ લીરેલીરા ઉડાડતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. શહેરના જલારામ ચોક પાસે આવેલ સહકાર મેઈન રોડ પાસે ચાલુ ફૂલેકા દરમ્યાન વરરાજાના મિત્રો અને ભાઈઓ દ્વારા ઈંગ્લીશ દારૂ રેલમ છેલમ સાથે નાચી રહ્યા નજરે પડતાં હતા.તે દરમ્યાન એક વ્યક્તિ દ્વારા વરરાજાને રિવોલ્વર આપી સરાજાહેર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેમ ભક્તિ નગર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? તેવુ લોકો વિડિયો જોઇ અને પુછી રહ્યા હતા. ફરતા ફરતા આ વિડીયો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પછી જે લોકો દારૂ પી અને નાચ્યા હતા તેને વગર દારુ એ પોલીસે નચાવ્યા.
પરંતુ તે પહેલા તો લોકો ના મોઢે ઘણી વાતો સંભળાઇ હતી. આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે એ તો ખાલી કહેવા માટે જ છે,ખાલી કહેવા માટે જ દારૂ બંધી છે. બાકી તો ગોતવા જાય તો ભગવાન પણ મળી જાય તો દારૂ શું ચીજ છે. અધૂરામાં પૂરું ગઈકાલે પોલીસ કમિશનરની ઓફિસના ગેટ પર એક સબ ઇન્સ્પેક્ટર પીધેલી હાલતમાં જોવા મળ્યા આમ રાજકોટ પોલીસને દારૂ સંદર્ભે બહુ બધું સાંભળવું પડે છે. જોકે તમામ પીધેલીયાઓને પોલીસે પકડી અને વગર નશે જાહેરમાં ભાંગડા કરાવ્યા હતા પરંતુ હજુ પણ કેટલાક લોકો પહોંચની બહાર આવે છે.પોલીસ દ્વારા જાહેરમાં ફાયરિંગ થયેલું તે હજુ તપાસ આધીન છે આ મામલે કોઈ પગલાં લેવાશે કે કેમ તે હવે જોવું રહ્યું.
વિડીયો પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી જે લોકો દારૂ પી અને નાચ્યા હતા તેને વગર દારુએ પોલીસે નચાવ્યા
RELATED ARTICLES