સમાજવાદ વિશે સમજણ કેળવતી ખિસ્સાપોથી…

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશી

નામ- સમાજવાદ શા માટે…
લેખક- જયપ્રકાશ નારાયણ, અનુ.
ધનવંત ઓઝા-બચુભાઈ ધ્રુવ
પ્રકાશક-નવી દુનિયા કાર્યાલય,
અમદાવાદ
પ્રકાશન વર્ષ-૧૯૩૬
કુલ પાના- ૧૯૨
કિંમત- એક રૂપિયો
– જયપ્રકાશ નારાયણન્ો સોશિયો-પોલિટિકલ રેવલ્યુશનના સંદર્ભમાં મોટાભાગના લોકો જાણે છે. નવી દુનિયા કાર્યાલયના બીજા વર્ષના પહેલા પુસ્તક તરીકે એમના દ્વારા લખાયેલા ‘સમાજવાદ શા માટે’ પુસ્તકનું પ્રકાશન થયું હતું. પુસ્તકનો અનુવાદ ધનવંત ઓઝા અન્ો બચુભાઈ ધ્રુવે કર્યો હતો એવું કાર્યાલયના સંચાલકો પોતાના નિવેદનમાં નોંધે છે. જોકે પુસ્તકના આગળના પાનામાં આ બ્ોયમાંથી એકેય અનુવાદકનો ઉલ્લેખ નથી.
પુસ્તક પ્રકાશન નિમિત્તે પોતાને આનંદ વ્યક્ત કરતાં નિવેદનમાં આગળ નોંધ્યું છે એમ, તત્કાલીન સમયમાં ગુજરાતન્ો અન્ો આખા દેશન્ો, જો રાજકીય દૃષ્ટિએ સૌથી અગત્યના સાહિત્યની જરૂર હતી તો એ સમાજવાદ શું છે, શા માટે છે, હિન્દમાં એનું શું સ્થાન છે ત્ોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજૂતી આપતા સાહિત્યની. આ વિષયે આટલી સચોટ, સુંદર અન્ો સોંસરી શૈલીમાં કદાચ જયપ્રકાશ નારાયણ જેવા સિદ્ધહસ્ત કારીગર સિવાય બીજા કોઈના હાથે ત્ૌયાર ન થઈ શક્યું હોત એ મુદ્દા સાથે પણ ચોક્કસ સંમત થઈ શકાય.
ગાંધીવાદન્ો સ્વદેશી સમાજવાદ તરીકે ઓળખવામાં આવે છે, પરદેશી આયાત ગણીન્ો ધુત્કારવામાં આવે છે, સમાજવાદીઓન્ો કૉંગ્રેસમાં ભાગલા પડાવનાર તરીકે વગોવવામાં આવે છે- આ બધું કેટલું ભ્રામક છે અન્ો હિન્દુસ્થાન કે કોઈપણ બીજા દેશમાં, જ્યાં જ્યાં શોષણનીતિ અસ્તિત્વમાં છે ત્યાં ત્યાં, માર્ક્સપ્રણિત સમાજવાદનું બીજારોપણ થઈ જ ચૂકેલું છે, માત્ર ત્ોન્ો પોષવાની જરૂર છે-એ બધું એટલી સચોટ રીત્ો બીજા કોઈપણ પુસ્તકમાં આ પહેલાં આપણન્ો જોવા મળ્યું નથી.
જોકે લેખક કહે છે કે આ પુસ્તક મહાસભાના કાર્યકર્તાઓન્ો ધ્યાનમાં રાખીન્ો લખવામાં આવેલું છે. સંચાલકોએ તો ત્યાં સુધીનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે જો કૉંગ્રેસમાં એવા કેટલાંક લોકો છે જેમની આગળ ગાંધીવાદ અન્ો સમાજવાદ બંન્ોન્ો સાચા સ્વરૂપમાં તુલનાત્મક રીત્ો રજૂ કરવામાં આવે તો ત્ોઓ વિના સંકોચ પોકારી ઊઠશે કે એક પ્રત્યાઘાતી સિદ્ધાંત છે અન્ો બીજો ક્રાંતિકારી જીવનની ફિલસ્ાૂફી છે. અતિશય સંયમી અને સરળ સ્વરૂપમાં વિષયના પ્રખર અભ્યાસી અન્ો ખડતલ કાર્યકર્તા હોવાન્ો નાત્ો જયપ્રકાશે પોતાની યોગ્યતા આ પુસ્તકના પાન્ોપાન્ો સિદ્ધ કરી બતાવી છે.
૧૯૨ પાનાના ફલક પર વિસ્તરેલું આ પુસ્તક કુલ ચાર પ્રકરણમાં વહેંચાયેલું છે, જેમાં સમાજવાદના મુખ્ય તત્ત્વો, સમાજવાદ અન્ો હિન્દ, મુક્તિના બીજા માર્ગો અન્ો ક્રાન્તિના માર્ગો અન્ો આયોજનો જેવા વિભાગો છે. લેખક પોતાના આમુખ શીર્ષકસ્થ લેખમાં લખે છે કે, આ પુસ્તકનો હેતુ સમાજવાદના સિદ્ધાન્તો સમજાવવાનો નથી. હિન્દી રાષ્ટ્રીય લડતની તત્કાલીન કક્ષાએ ઊભા થતા અન્ો ત્ોની ભવિષ્યની દિશા સંબંધી ઉત્પન્ન થતા કેટલાંક પ્રશ્ર્નો ઉપર પ્રકાશ પડે એ દૃષ્ટિ આ પુસ્તકના લેખન પાછળ રહેલી છે. સમાજવાદના એટલા બધા પ્રકારો છે કે સમાજવાદ શું છે એ સમજવું મુશ્કેલ બની જાય છે. આવી એક માન્યતા રહી છે. જોકે વૈવિધ્ય ધરાવતા સમાજવાદ વચ્ચે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાસ કરીન્ો, દુનિયાભરમાં ઊભી થયેલી આર્થિક કટોકટી અન્ો ફાસીઝમના ફેલાવાન્ો લીધે સમાજવાદી વિચારોમાં એકતા થતી ગઈ છે. અન્ો એના કારણે હવે સમાજવાદ એક જ પ્રકારનો છે એવું કહી શકાય એમ છે અન્ો એનો એક જ સિદ્ધાંત છે-માર્ક્સવાદ.
પુસ્તક્ધો અંત્ો દસ પાનામાં વિવિધ પ્રકારની જાહેરાતો પણ પ્રકાશિત થઈ છે. એમાં કૉંગ્રેસ સોશિયાલિસ્ટ અંગ્રેજી અઠવાડિક કે જેના તંત્રી અશોક મહેતા હતા એની જાહેરાત પણ પ્રગટ થઈ છે. એ સિવાય એલિસબ્રિજ અમદાવાદ ખાત્ો ચંદ્રભાઈ કા. ભટ્ટ અન્ો કાન્તિલાલ કાકાના સંચાલનમાં ચાલતી ચાલો પલટીએ ગ્રંથમાળા, નવું વાંચીએ ગ્રંથમાળા, રમણલાલ નાનાલાલ શાહના તંત્રીપદે પ્રકાશિત થયા બાળ સામયિક બાલજીવન, કરાચીથી પ્રગટ થતી અંજલિ ગ્રંથમાળા, નવી દુનિયા કાર્યાલયના નવા બ્ો પ્રકાશનો- નીરુ દેસાઈ લિખિત લેનિન અન્ો બકુલેશ લિખિત નિશ્ર્વાસ, હિન્દુસ્થાન ન્યૂઝ પ્ોપર્સના પ્રાણાવાન સામયિકો માસિક-નવયુગ, સાપ્તાહિક- પ્રજામિત્ર કેસરી અન્ો દૈનિક હિન્દુસ્થાન પ્રજામિત્ર, સુરતની સ્ત્રીશક્તિ ગ્રંથમાળા તથા મહાગુજરાતના ઘેરેઘેર વંચાતું વડોદરાના યુવક માસિકપત્રની જાહેરાતો પણ પ્રગટ થઈ છે. કદાચ આ જાહેરાતોન્ો લીધે જ સંસ્થાના સભ્યોન્ો અન્ો અન્ય ગ્રાહકોન્ો વાજબી ભાવે પુસ્તક ઉપલબ્ધ થઈ શક્યું હશે.
સમાજવાદની સમજણ આપવાની સાથે લેખકે દરેક પ્રકરણમાં નાના મુદ્દાઓના પ્ોટા શીર્ષકો કરીન્ો દરેક બાબતન્ો ઘણી સરળતાથી મૂકી આપી છે. એ અર્થમાં સમાજવાદન્ો સમજવા માટે આ પુસ્તક એક ખિસ્સાપોથીની ગરજ સારે છે. સમાજવાદ એની શરૂઆતથી આજ સુધી, એના સંઘર્ષ કે એના અસ્તિત્વ જેવા વિવિધ મુદ્દો હંમેશાં ચર્ચાનો વિષય રહૃાો છે. જોકે આ પુસ્તકના નિમિત્તે સમાજવાદ વિશે સાદી સીધી સરળ ભાષામાં એની સમજ કેળવાય છે એ જયપ્રકાશની કલમની સિદ્ધિ છે અન્ો અનુવાદકોના રૂપાંતરણની. સમાજવાદમાં માનતા હોઈએ કે નહીં, પરંતુ સમાજવાદ વિશે સમજણ કેળવવા એક વાર વાંચી જવા જેવું તો ખરું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.