પોકેટિંગ ઈન રિલેશનશિપ તમારા સંબંધને બગાડી તો નથી રહીને?

પુરુષ

પોકેટિંગ ઈન રિલેશનશિપ શું છે એ કદાચ તમને ન પણ ખબર હોય, પણ શક્ય છે તે તમે એકાદ વખત તો તેનો અનુભવ ચોક્કસ કર્યો હશે તમારા જીવનમાં. આ એક એવો અહેસાસ છે કે તમારો સંબંધ ગમે એટલો મજબૂત કેમ ન હોય, પણ તે લાંબો સમય સુધી ટકી શકતો નથી કે પછી સાવ ખોખલો થઈ જાય છે. આ એક એવી ફીલિંગ છે કે જે તમને રિલેશનશિપમાં હોવા છતાં એકલા હોવાનો અહેસાસ કરાવે છે, કારણ કે તમારો પાર્ટનર તમને એ ફીલ જ નથી કરાવતો કે એ તમારી સાથે છે.
આવું ત્યારે થાય છે જ્યારે તમારો પાર્ટનર તમારી સાથેનો સંબંધ તો સ્વીકારે છે, પણ તે જાહેરમાં આ સંબંધને સ્વીકારવામાં ખચકાટ અનુભવે છે. આવી સ્થિતિમાં એવું બને છે કે જ્યારે તમે પબ્લિકમાં હોવ છો ત્યારે એકદમ અજાણ્યા લોકોની જેમ જ મળો છો. તમે સતત લોકો સામે એવું શો કરો છો કે તમે લોકો સારા મિત્રો છે કે પછી એક સારા સહકર્મચારી છો, તમે લોકો પાર્ટનર છો એ વાત તો લોકો સમક્ષ આવતી જ નથી.
જો તમે પણ આવી સ્થિતિમાં છો તો સતર્ક થઈ જાવ, કારણ કે એક ચોક્કસ સમય સુધી જ તમે આ બધું ટેકલ કરી શકો છો, કારણ કે એક લાઈન ક્રોસ થયા બાદ તમને આવી રિલેશનશિપનો ત્રાસ થવા લાગશે. શક્ય છે કે તમને એવું ફીલ થવા લાગશે કે તમારી અંદર જ કોઈ કમી છે એટલું જ નહીં, પણ આવી પરિસ્થિતિમાં તમારો આત્મવિશ્ર્વાસ પણ ડગમગી શકે છે.
આવું કરતી વખતે તમારે એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને એ વાત એટલે કે એ ભલે તમને એમના મિત્રો અને કલિગ સાથે ઈન્ટ્રોડ્યુસ ન કરાવે, પણ એ તેના પેરેન્ટ્સ કે પછી ભાઈ-બહેનની સામે તમને એક પાર્ટનરની જેમ ઈન્ટ્રોડ્યુસ કરાવે છેને? કારણ કે દુનિયાને કદાચ એ ન પણ કહે, પરંતુ તેના પરિવાર સામે તમારી સાથેનો સંબંધ સ્વીકારે છે એ વાત મહત્ત્વની છે. એનો અર્થ એ નથી કે તમે એને ઢીલ આપી દો, તમે એને ચેન્જ થવા માટે દબાણ ચોક્કસ જ કરો. જોકે આવું કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખો કે શક્ય છે કે કદાચ એ તમને સમજવા માટે સમય લઈ રહ્યો છે, એટલે તેને ટાઈમ આપો ખરા, પણ એક ચોક્કસ જ સમય સુધી અને હદ સુધી…
જો તમારી સાથે પણ રિલેશનશિપમાં આવું થઈ રહ્યું છે કે આવું થવાની શરૂઆત થઈ છે તો તમારે અત્યારે જ ચેતી જવાની જરૂર છે, જેથી તમારે આગળ જતાં પસ્તાવાનો વારો ન આવે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.