વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 10 પ્રધાનોની સંપત્તિની માહિતી PMO દ્વારા જાહેર કરવામાં આવી છે. મળેલી માગિતી અનુસાર પીએમ મોદીની જંગમ સંપત્તિ 2021-22 દરમિયાન 26.13 લાખ રૂપિયા થઈ ગઈ છે. ગુજરાતમાં તેમનો પ્લોટ દાનમાં આપ્યા બાદ વડા પ્રધાન પાસે હવે કોઈ સ્થાવર મિલકત રહી નથી. પીએમઓએ વેબસાઈટ પર જાહેર કરેલી વિગતમાં જણાવ્યું હતું કે, માર્ચ 2021ના અંતમાં પીએમ મોદીની જંગમ સંપત્તિ 1,97,68,885 રૂપિયા હતી, જે 31 માર્ચ, 2022 સુધીમાં વધીને 2,23,82,504 રૂપિયા થઈ ગઈ છે. આ નાણાંમાં ફિક્સ્ડ ડિપોઝિટ, જીવન વીમા પોલિસી, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો, ઝવેરાત અને રોકડનો સમાવેશ થાય છે.
મોદી ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જંગમ સંપત્તિ વધીને 2.24 કરોડથી વધીને રૂ. 2.54 કરોડ થઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે 35.63 કરોડની સંપત્તિ છે ત્યારે કિશન રેડ્ડીની સંપત્તિનું મુલ્ય 1.43 કરોડ છે.

Google search engine