Homeઆપણું ગુજરાતઓસ્ટ્રેલિયાના PM આજે બનશે અમદવાદના મહેમાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ઓસ્ટ્રેલિયાના PM આજે બનશે અમદવાદના મહેમાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ આવતી કાલે 9 માર્ચથી અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ખાસ રહેવાની છે કેમ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને પ્રથમ દિવસે મેચ નિહાળશે. આ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આજે સાંજે 4 વાગ્યે અમદવાદ એરપોર્ટ પર આવશે. ત્યાંથી તેઓ સીધા સાબરમતી આશ્રમે પહોંચી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે અને આશ્રમની મુલાકાત લેશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ આજથી ચાર દિવસીય ભારતના પ્રવાસે આવાના છે. અમદાવાદ બાદ તેઓ મુંબઈ અને દિલ્હીમાં હાજરી આપશે. વર્ષ 2017 બાદ કોઈ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. આ જ કારણે કેટલીય રીતે તેને ખાસ માનવામાં આવે છે. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ તેઓ રાજભવનમાં હોળીના કાર્યક્રમમાં સામેલ થશે. રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને તેઓ ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે અને વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ સાથે ટૂંકી મુલાકાત કરશે.
આવતી કાલે બંને દેશના વડપ્રધાન સાથે બેસીને લગભગ બે કલાક સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ નિહાળશે. મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી પણ કરે એવી પણ શક્યતા છે. મેચ જોયા બાદ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન મુંબઈ માટે રવાના થશે. જ્યાં INS વિક્રાંત પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યાંથી મોડી સાંજે અલ્બાનીઝ દિલ્હી પહોંચશે.
દિલ્હીમાં રાત્રિ રોકાણ બાદ ત્રીજા દિવસે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે અને આ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પટ વાતચીત પણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular