કપિલ શર્માનો કોમેડી શો ધ કપિલ શર્મા શો ખૂબ જ લોકપ્રિય છે અને આ શોને વધારે લોકપ્રિય બનાવે છે આ શોમાં આવનારા મહેમાનો… હવે આ જ શોમાં આવનાર એક મહત્ત્વના મહેમાન વિશે ચર્ચા થઈ રહી છે અને આ મહેમાન બીજું કોઈ નહીં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કપિલે ખુદ આ બાબતે ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે શું પીએમ મોદી એના આ કોમેડી શોમાં આવશે કે નહીં?
આ શોમાં અત્યાર સુધી ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટીઝ, ક્રિકેટર્સ, પોલિટિશિયન્સ આવી ચૂક્યા છે અને તેમ છતાં આ શોનો ક્રેઝ લોકોમાં ઓછો નથી થઈ રહ્યો. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જ્યારે કપિલને પૂછવામાં આવ્યું કે તારા શોમાં અનેક મહત્ત્વના દિગ્ગજો હાજરી પૂરાવી ચૂક્યા છે, પણ શું કે દેશના પીએમ નરેન્દ્ર મોદીને ઈન્વાઈટ કર્યા છે કે? આ સવાલના જવાબમાં કપિલે જણાવ્યું હતું કે જ્યારે હું એમને મળ્યો ત્યારે મેં એમને કહ્યું કે સર તમે પણ ક્યારેક આવો મારા શોમાં… તેમણે મારા આ પ્રસ્તાવનો ઈનકાર કર્યો નહોતો.. અને કહ્યું કે અત્યારે મારા વિરોધકો જ કોમેડી કરી રહ્યા છે. એટલે જો ભવિષ્યમાં પણ તેઓ કોઈ દિવસ અમારા શોમાં આવશે તો અમારા અહોભાગ્ય…
આ ઈન્ટરવ્યુમાં કપિલે તેના કરિયરના અપ એન્ડ ડાઉન્સનો ખુલાસો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કપિલ તેની આગામી ફિલ્મ ઝિવગાટોને કારણે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કપિલ એક ડિલિવરી બોયના રૂપમાં જોવા મળશે અને તેનું કેરેક્ટર ખૂબ જ સિરિયસ ટાઈપનું છે.
હવે પીએમ મોદી હાજરી આપશે કોમેડી શોમાં?
RELATED ARTICLES