U17 FIFA વર્લ્ડ કપની મિજબાની કરવા ભારત તૈયાર, સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા કરોડો રૂપિયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારત પ્રથમ વખત FIFA મહિલા સ્પર્ધાની યજમાનીની નજીક પહોંચ્યું છે. AIFF પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ ભારત હવે અંડર-17 વર્લ્ડ કપની યજમાની માટે તૈયાર છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારતમાં ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની માટે જરૂરી ‘બાંયધરી પર હસ્તાક્ષર’ને મંજૂરી આપી છે. રમત મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં આ ટૂર્નામેન્ટના આયોજન માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
ખેલ પ્રધાને જણાવ્યું હતું કે અંડર-17 વર્લ્ડ કપના આયોજન માટે ગેરંટી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વર્ષ 2017માં જે રીતે પુરુષોનો ફિફા અંડર-17 વર્લ્ડ કપ યોજાયો હતો તે જ રીતે U17 FIFA વુમન્સ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2300 કરોડનું બજેટ આપ્યું છે. આ ટુર્નામેન્ટ દેશના ત્રણ શહેરોમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે અને તેમાં કુલ 32 મેચો રમાશે.
2022 ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપની આ સાતમી સિઝન 11 ઓક્ટોબર 2022ના રોજ શરૂ થશે અને 30 ઓક્ટોબર 2022ના રોજ ફાઈનલ સાથે સમાપ્ત થશે. ભુવનેશ્વર ભારતની ગ્રૂપ ગેમ્સ અને ગોવામાં સેમિફાઇનલની યજમાની કરશે, ફાઇનલ નવી મુંબઈમાં થશે. ક્વાર્ટર ફાઈનલ મેચ ગોવા અને નવી મુંબઈ વચ્ચે વહેંચવામાં આવશે. ભારતને ગ્રુપ Aમાં યુનાઇટેડ સ્ટેટ્સ, મોરોક્કો અને બ્રાઝિલની સાથે ડ્રો કરવામાં આવ્યું છે અને તે 11 ઓક્ટોબરે યુએસએ સામે તેના અભિયાનની શરૂઆત કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.