Homeટોપ ન્યૂઝPM મોદીનો 'માસ્ટર ક્લાસ': ડબલ વિદ્યાર્થીએ કર્યું રજિસ્ટ્રેશન

PM મોદીનો ‘માસ્ટર ક્લાસ’: ડબલ વિદ્યાર્થીએ કર્યું રજિસ્ટ્રેશન

નવી દિલ્હી: આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેના માટે લગભગ 38,80,000 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગયા વર્ષે રજિસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થી (15,73,000)ની તુલનામાં ડબલથી પણ વધારે છે. આ વર્ષે દસમા અને બારમા ધોરણના બોર્ડના 38 લાખથી વધુ વિદ્યાર્થી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તેમના માતાપિતા, શિક્ષકો પણ ભાગ લેશે, જેમાં 155 દેશના લોકોનો સમાવેશ થાય છે.
‘પરીક્ષા પે ચર્ચા’ 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ પાટનગર દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સવારના અગિયાર વાગ્યે યોજવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રધાનના જણાવ્યા મુજબ 20 લાખ સવાલ મળ્યા છે અને એનસીઈઆરટી વિવિધ બાબતના કૌટુંબિક દબાણ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પરીક્ષા વખતે આરોગ્યની દૃષ્ટિએ સારા રહેવાની સાથે કારકિર્દીના સિલેક્શન વગેરે સંબંધિત મળ્યા છે.
આ કાર્યક્રમનું આયોજન સૌથી પહેલી વખત વર્ષ 2018માં કરાયું હતું. એ વર્ષે લગભગ 22,000 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારબાદ 2019માં 163 ટકાના વધારા સાથે તેની સંખ્યા 58,000 થઈ હતી. વર્ષ 2020માં રજિસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થીની સંખ્યા વધીને ત્રણ લાખને પાર થઈ હતી, જે 2019ની તુલનામાં 417 ટકા અને 2018ની તુલનામાં 1263 ટકા વધારે હતી. વર્ષ 2021માં પરીક્ષા પે ચર્ચા માટે 14,00,000 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે 2020ની તુલનામાં 366 ટકા અને 2018ની તુલનામાં 6263 ટકા હતું. ગયા વર્ષે એટલે 2022માં આ કાર્યક્રમ માટે 15,73,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે 2021ની તુલનામાં 12.35 ટકા અને 2018ની તુલનામાં 7050 ટકા હતું. આ વખતના છઠ્ઠા સંસ્કરણ માટે કુલ 38,80,000 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે 2022ની તુનલામાં 146 ટકા વધારે છે, જ્યારે પહેલા સંસ્કરણની તુલનામાં રજિસ્ટ્રેશન કરનારાની સંખ્યા 17536 ટકા વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular