વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના વિધાનસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના વિધાનસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં છે. અન્ય ધારાસભ્યો અને મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ પણ યુએન મહેતા હોસ્પિટલમાં પહોચ્યા છે.
પીએમ મોદી પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. જો કે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. થોડાંક સમયમાં જ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરશે. હોસ્પિટલ તરફથી પણ બુલેટિન બહાર પડાશે.
બલ્ડપ્રેશરની સામાન્ય તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ 18 જૂનના રોજ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. વડા પ્રધાન મોદી ગુજરાતમાં આવે ત્યારે તેઓ માતાને મળવા જતા હોય છે.
આ પહેલાં વર્ષ 2016માં પણ હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફત તેમણે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં