Homeઆમચી મુંબઈવડા પ્રધાનના મોદીના માતુશ્રી હીરાબાનું નિધન

વડા પ્રધાનના મોદીના માતુશ્રી હીરાબાનું નિધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ 100 વર્ષની વયે ગુરુવારે મધરાતે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમનાં નિધનની માહિતી વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે લાગણીશીલ ટ્વીટ કરતા કહ્યું હતું કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરામ પામી છે. મેં માતામાં હંમેશા ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ છે.

હીરા બાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. અંતિમ યાત્રા સવારે 8.00 વાગ્યે રાયસણમાં નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થશે અને સેક્ટર 30 સ્મશાનગૃહ સુધી પહોંચશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાયસણમાં પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે. હીરાબાના અંતિમ દર્શન કરવા આવનાર લોકોને ફરજિયાત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે, એવું જણાવવામાં આવ્યું હતું.

આ દુઃખદ ઘડીએ દેશ – વિદેશના નેતાઓ સહિત ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રિયંકા ગાંધી સહિત તમામ રાજકીય નેતાઓએ દિલસોજી પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular