Homeટોપ ન્યૂઝવડાપ્રધાન મોદીની એન્થોની અલ્બેનીઝ સાથે મીટીંગ, મંદિરો પર હુમલાનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન મોદીની એન્થોની અલ્બેનીઝ સાથે મીટીંગ, મંદિરો પર હુમલાનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસના પ્રવાસે છે. આજે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ હાજર હતા. બેઠક બાદ બંને દેશોએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ એન્થોની અલ્બેનિઝને ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી.

“>

એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી પીએમ મોદીએ કહ્યું, “ક્રિકેટની ભાષામાં કહું તો ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો T20 મોડમાં બદલાઈ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ છે. આજે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની વાતચીતમાં, અમે આગામી દાયકામાં આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા અંગે ચર્ચા કરી, નવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની શક્યતાઓ અંગે વિગતવાર ચર્ચા કરી.”
દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાને ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વડાપ્રધાન અલ્બેનીઝ સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ અંગે અમે પહેલા પણ વાત કરી હતી અને આજે પણ વાત કરી છે. આવા તત્વોને તેમના વિચારો અને કરતૂતોથી ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો બગાડવા નહિ દઈએ. હું વડાપ્રધાન અલ્બેનીઝે લીધેલા પગલાં માટે આભાર માનું છું. આ સાથે તેમણે ખાતરી આપી છે કે ભવિષ્યમાં પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બુધવારે પીએમ મોદીને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સિડનીના એડમિરલ્ટી હાઉસમાં વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

“>

આજે બુધવારે પીએમ મોદીના ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસીય પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીના એરેના સ્ટેડિયમમાં મેગા શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ 20000થી વધુ ભારતીયોને સંબોધિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -