ભારે વરસાદને પગલે PM મોદીનો ગુજરાત પ્રવાસ મોકૂફ, મુખ્યપ્રધાન અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદને(heavy Rain) પગલે તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જતા બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હજુ પણ ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે PM મોદીનો(PM Modi) એકદિવસીય ગુજરાત પ્રવાસ(Guajrat visit)  મોકૂફ રાખવામાં આવ્યો છે. તેઓ 15 જુલાઈએ ગુજરાત આવવાના હતા. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે. તેઓ મુખ્ય સચિવ સાથે હેલીકોપ્ટરમાં બેસી બોડેલી, નર્મદા, નવસારીમાં પરિસ્થિતિની માહિતી મેળવશે.
નોંધનીય છે કે NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો. દ્રૌપદી મુર્મૂ કેવડીયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે મુલાકાત કરવાના હતા. પરંતુ ગઈકાલે નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે.
PM મોદી 15 જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના હતા. તેઓ સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ હાલ તેમનો આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે.
રાજ્યમાં ભારે વરસાદના પગલે પંજાબથી NDRFની વધુ 5 ટીમો આવી પહોંચી છે. એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીના સાધનો સાથે જવાનો વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, સુરત અને વડોદરામાં સાવચેતીના પગલારૂપે આ NDRF ના જવાનોની ટીમ તૈનાત કરાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.