મૈસુરઃ કર્ણાટકના મૈસુર નજીક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને કાર અકસ્માતમાં નડ્યો હતો. આ કાર અકસ્માતમાં પ્રહલાદ મોદી, તેમના પત્ની, પુત્રો, વહુ અને પૌત્રો સાથે મર્સિડીઝ કારમાં બાંદીપુરા જઈ રહ્યા હતા ત્યારે કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી, પરિણામે એ વખતે ટાયર ફાટી ગયું હતું. આ અકસ્માત પછી તમામને વધુ સારવાર અર્થે મૈસુરની જેએસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મંગળવારે બપોરના દોઢ વાગ્યાના સુમારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર રસ્તા પરના ડિવાઈડર સાથે ટકરાઈ હતી. કારના આગળના હિસ્સાને વધારે નુકસાન થયું છે. અકસ્માતમાં કારમાં બેસેલા લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આ અકસ્માત પછી મૈસુર પોલીસ કમિશનરે ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
મૈસુરમાં પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત
RELATED ARTICLES