Homeઆપણું ગુજરાતPM મોદી આજે ગુજરાતના ત્રણ જિલ્લાની મુલાકાત કરશે, ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં...

PM મોદી આજે ગુજરાતના ત્રણ જિલ્લાની મુલાકાત કરશે, ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમુહ લગ્નોત્સવમાં હાજરી આપશે

ગુજરાતમાં હવે ચૂંટણીની મોસમ જામી રહી છે. દરેક રાજકીય પક્ષના શિર્ષ નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં ધામાં નાખ્યા છે. ગુજરાતમાં દરેક માધ્યમનો ઉપયોગ કરી રાજકીય પક્ષો જનતાને આકર્ષવા મથામણ કરી રહ્યા છે. આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદી, રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને અરવિંદ કેજરીવાલ વિવિધ વિસ્તારોમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે વડાપ્રધાન મોદી એક દિવસનનાં ગજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આજે વલસાડમાં ચૂંટણીલક્ષી જનસભા સંબોધશે ત્યારબાદ ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમુહ લગ્નોત્સવમાં હાજરી આપશે.
વડાપ્રધાન મોદી આજે 6 નવેમ્બરે બપોરે ગુજરાત આવશે. એક દિવસીય કાર્યક્રમ દરમિયાન ત્રણ જિલ્લાની મુલાકાત કરશે. વલસાડના કપરાડામાં જાહેર સભાને સંબોધન કરશે. ત્યાર બાદ ભાવનગરમાં સમૂહ લગ્નમાં હાજરી આપશે તેમજ સુરેન્દ્રનગરમાં પણ જાહેર સભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે મારુતિ એમ્પેક્ષ ફાઉન્ડેશનના લખાણી પરિવાર દ્વારા આયોજિત ‘પાપા ની પરી’ 552 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે, માતાપિતા ગુમાવનાર, તેમજ સમસ્ત હિન્દુ સમાજની 522, ઉપરાંત મુસ્લિમ સમાજની 27 અને ખ્રિસ્તી સમાજની 3 સહિત 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના હોદેદારો પણ રહેશે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને લગ્ન સ્થળ એવા જવાહર મેદાન ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે સમગ્ર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

RELATED ARTICLES

Most Popular